Surat News : સુરત મહાનગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ આજે નવા પદ અધિકારીની નિમણૂક થઈ હતી. સુરતમાં ચાલતી તમામ અટકણ વચ્ચે સુરતના 38 માં મેયર તરીકે દક્ષેશ માવાણીના નામની જાહેર કરવામાં આવી છે.  આ ઉપરાંત જે નામ ચર્ચામાં જ ન હતું તેવા રાજન પટેલને સ્થાયી સમિતિ અધ્યક્ષ બનાવાયા છે. 


  • મેયર - દક્ષેશ માવાણી

  • ડેપ્યુટી મેયર - નરેશ પાટીલ

  • સ્થાયી સમિતિના ચેરમેન - રાજનભાઈ પટેલ

  • શાસક પક્ષના નેતા - શશીબેન ત્રિપાઠી

  • દંડક : ધર્મેશ વાણિયાવાલા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના પદાધિકારીઓની નિમણૂંક પહેલા અનેક નામોની અટકળ ચાલતી હતી. જોકે ગઈકાલે સંકલન બેઠકમાં થયેલી ચર્ચા બાદ આજે શીતલ સોની અને નિરંજન ઝાંઝમેરા આજે મેન્ડેટ લઈ આવ્યા હતા. જેમાં મેયર તરીકે સૌથી ચર્ચામાં હતા તેઓ દક્ષેશ માવાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે કોઈ પણ ચર્ચામાં ન હતા તેવા રાજન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.


બ્રેકિંગ ન્યૂઝ : નયનાબેન પેઢડિયા બન્યા રાજકોટના નવા મેયર, નરેન્દ્રસિંહ ડેપ્યુટી મેયર


ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ અને શાસક પક્ષ નેતા તરીકે શશી ત્રિપાઠીની નિમણૂંક કરવામાં આવી છે. દંડક તરીકે ધર્મેશ વાણિયા વાળાને નિમણૂંક કરવામાં આવી છે. આ જાહેરાત સાથે પદાધિકારીઓ તરીકેની નિમણૂક અંગે ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો છે.


સુરતના નવા મેયર દક્ષેશ માવાણીના રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ 1998 થી ભાજપ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. તેઓ સુમુલ ડેરી, ચૂંટણી વ્યવસ્થા સેલ, ગુજરાત પ્રદેશ યુવા મોરચો, નવસારી જિલ્લા યુવા મોરચો, વિધાનસભા તથા લોકસભા ચૂંટણી વ્યવસ્થામાં સેલ જવાબદારી જેવી કામગીરી નિભાવી ચૂક્યા છે. 



સુરતના નવા મેયરની આજે પસંદગી થઈ છે. ત્યારે જૂની ટર્મના મેયર હેમાલી બોઘાવાલાનો કાર્યકાળ પૂર્ણ થયો છે. મેયર હેમાલી બોઘાવાલાએ જનતાનો આ વિશે આભાર માન્યો હતો. સુરતના લોકોનો સહકાર બદલ આભાર માન્યો હતો.