Heart Attack: યુવાનોમાં હાર્ટ એટેકના કારણે થતાં મૃત્યુના બનાવોએ દિવસેને દિવસે ચિંતાનો વિષય બનતો જાય છે. ત્યારે શરીરમાં પડતી કોઈપણ પ્રકારની તકલીફને નજર અંદાજ કરીને બેદરકારી દાખવવા બદલે તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી અને સારવાર લેવા જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. આ આંકડો તમારું બ્લડપ્રેશર વધારી શકે છે. ગુજરાતમાં 6 મહિનામાં હાર્ટ એટેકથી 1,052 મોત થયા છે. જી હા...જેમાંથી મોટા ભાગના લોકોની ઉંમર 11થી 25 વર્ષની છે. રાજ્યમાં 108 નંબરની એમ્બ્યુલન્સ સેવાને દરરોજ હૃદયરોગને લગતા સરેરાશ 173 કોલ આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હાર્ટ એટકેની ઘટનાઓમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે રોજેરોજ ગુજરાતમાં હાર્ટ એટેકથી ચારથી પાંચ લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે ગુજરાતના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે શુક્રવારે પોતાના એક નિવેદનમાં હાર્ટ એટેકના આંકડાઓ જણાવી ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા છ મહિનામાં હૃદયરોગના હુમલાને કારણે કુલ 1,052 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 80 ટકા લોકો 11-25 વર્ષની વય જૂથના હતા. ડીંડોરે વધુમાં ઉમેર્યું હતું કે, હાર્ટ એટેકના કેસોને ધ્યાનમાં રાખીને, લગભગ બે લાખ શાળાના શિક્ષકો અને કોલેજના પ્રોફેસરોને ‘કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન’ (CPR) માં તાલીમ આપવામાં આવશે. 


ગુજરાતમાં હાર્ટ એટેકના ડરામણા આંકડા
ડીંડોરે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 1,052 લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે. તેમાંથી લગભગ 80 ટકા 11 થી 25 વર્ષની વય જૂથમાં હતા અને આ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્થૂળતાની કોઈ ફરિયાદ નહોતી. તેમણે કહ્યું કે રાજ્યના શિક્ષણ વિભાગની નવી પહેલ હેઠળ 3 થી 17 ડિસેમ્બર દરમિયાન 37 મેડિકલ કોલેજોમાં શિબિરોનું આયોજન કરવામાં આવશે. જેથી લગભગ બે લાખ શાળા અને કોલેજના શિક્ષકોને CPRની તાલીમ આપવામાં આવે. 


ડીંડોરે જણાવ્યું હતું કે આ તાલીમ શિબિરોમાં લગભગ 2,500 તબીબી નિષ્ણાતો અને ડોકટરો હાજર રહેશે અને સહભાગીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવશે.


હાર્ટ એટેકથી બચવાના ઉપાય


1. હેલ્ધી ફૂડ ખાવો
આપણા હાર્ટનું સ્વાસ્થ્ય કેવું રહેશે તેનો ઘણો દારોમદાર આપણા ડાઇટ પર છે. જો તમે નથી ઈચ્છતા કે હાર્ટ એટેકનો હામનો થાય, તો તે માટે પેકેઝ્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, સુગર, રેડ મીટ અને ફ્રાઇડ વસ્તુ છોડી દો. તેની જગ્યાએ હોલ ગ્રેન, તાજા ફળ-શાકભાજી અને માછલી જેવા હેલ્ધી ફૂડનું સેવન કરો. 


2. સ્મોકિંગ અને ડ્રિંક છોડો
આજકાલના યુવાઓમાં સિગારેટ અને દારૂ પીવાનું ચલણ ખુબ વધી ગયું છે, જેના કારણે હાર્ટનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તમે સ્મોકિંગ અને ડ્રિંક્સને જેટલા જલ્દી છોડી દેશો તે સારૂ રહેશે. બાકી તમને પણ હાર્ટની સમસ્યા થઈ શકે છે. 


3. શારીરિક એક્ટિવિટી વધારો
જો તમે દરરોજ એક ઓફિસમાં બેસી 8થી 10 કલાક કામ કરો છો તો તેના કારણે હાર્ટ એટેકનો ખતરો ખુબ વધી જાય છે. ઘણીવાર જિમ જવાનો સમય મળતો નથી. આપણે ભલે ગમે એટલા વ્યસ્ત હોઈએ પણ આપણે કસરત કરવા માટે એક કલાક કાઢવી જોઈએ. તમે ચાલવાથી લઈને અન્ય કસરત કરી શકો છો. જેટલી ફિઝિકલ એક્ટિવિટી વધારશો એટલો હાર્ટની બીમારીનો ખતરો ઓછો રહેશે. 


4. ચિંતા ન કરો
અભ્યાસથી લઈને કામનો ભાવ વ્યક્તિની ચિંતા વધારે છે. ઘણીવાર રિલેશનશિપની નિષ્ફળતા પણ ચિંતાનું કારણ બને છે. તેવામાં જો હાર્ટ એટેકથી બચવુ હોય તો બિનજરૂરી ચિંતા કરવાનું છોડો અને ખુશ રહેવાની ટેવ પાડો.