ઝી ન્યૂઝ/ભાવનગર: ગુજરાત દરિયાકાંઠે સમુદ્ર માર્ગે લોકોની અવરજવર વધે તે માટે કેન્દ્ર રાજ્ય સરકારે પ્રયાસો વધાર્યો છે જેના ભાગરૂપે જ દહેજ ઘોઘા રો પેક્સ સર્વિસ શરૂ કરાઈ હતી. પરંતુ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલી સી પ્લેનનું બાળમરણ થયું છે, તે જ પ્રમાણે 615 કરોડનો ધુમાડો કર્યા બાદ દહેજ ઘોઘા રો પેક્સ ફેરી સર્વિસ બંધ પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવધાન! અમદાવાદ સિવિલમાં બિમારીથી ઝઝૂમી રહેલા બાળકો બની રહ્યા છે આ અસુવિધાનો ભોગ


પ્રથમ તબક્કામાં આ રૂટ પર 26મી ઓક્ટોબર 2017ના રોજ 200 મુસાફરોની ક્ષમતા સાથે પેસેન્જર રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. સરકારનો દાવો છે કે, તા.9મી જૂન 2018 સુધીમાં 54 મુસાફરોએ રોરો ફેરી સર્વિસનો લાભ મેળવ્યો હતો. બીજા તબક્કામાં 27મી ઓક્ટોબર 18ના રોજ મોટરકાર, ટ્રક સહિત ભારવાહક વાહનો ઉપરાંત મુસાફરોના પરિવહન માટે દહેજ ઘોઘા રો પેક્સ સર્વિસ શરૂ કરાઈ હતી. 


હવામાન વિભાગે જાહેર કરી કર્યું એલર્ટ, ફરવા જવાનો પ્લાન હોય તો એકવાર જરૂર વાંચી લેજો


ઘોઘા બંદરેથી એમ.વી. વોયેજ સિમ્ફની નામના જહાજ રોજની બે રાઉન્ડ ટ્રીપ શરૂ કરી હતી. 525 પેસેન્જરની કેપેસિટી સાથેના આ રો પેક્સ સર્વિસમાં 73 હજાર વાહનોને અવરજવર કરી હતી. આ ઉપરાંત 2.90 લાખ મુસાફરોએ આ રોરો ફેરીનો લાભ લીધો હતો. જોકે, 22મી માર્ચ 2020થી કોરોનાના બહાને આ રો પેક્સ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી.


ગુજરાતીઓ કેટલું જીવે? બે દાયકામાં ગુજરાતીઓના સરેરાશ આયુષ્યમાં ચાર વર્ષનો વધારો થયો


હવે સવાલ એ ઉભો થાય છે કે, જો 70 હજારથી વાહનો ઉપરાંત ત્રણેક લાખ મુસાફરોએ રોરો ફેરીનો લાભ લીધો હોય. જો મુસાફરો અને વાહનોની વધુ અવરજવર હોય તો પછી રોરો ફેરી સર્વિસ શરૂ કેમ કરાતી નથી. હવે જગજાહેર છે કે મોટા ઉપાડે શરૂ કરાયેલા રાજ્ય સરકારનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટનો ખર્ચ પાણીમાં ગયો છે. ગુજરાતના દરિયા માર્ગે જ જહાજોના માધ્યમથી અવરજવર વધારી વિકાસને વેગ આપવાના સરકારના અરમાન અધુરા રહ્યા છે.


સર્વેમાં થયો ખુલાસો: સ્માર્ટ ફોનના કારણે એક તૃતિયાંશ બાળકોને ભણવામાં રસ રહ્યો નથી


ત્રણ વર્ષ જેટલો સમય વિત્યો છતાંય હજુ ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ બંધ અવસ્થામાં છે. સાબરમતી રિવરફ્રન્ટમાં જેમ લાખો કરોડોના ખર્ચ બાદ સી પ્લેન બંધ છે તેમ જ રૂપિયા 651 કરોડનો ધુમાડો કર્યા બાદ રોરો ફેરી સર્વિસનું બાળમરણ થયું છે. આમ કરોડોનો ખર્ચ કર્યા બાદ આખોય રોરો ફેરી પ્રોજેક્ટ પાણીમાં ગયો તેમ હાલ તો લાગી રહ્યો છે.