તેજશ મોદી/સુરત: શહેરમાં ગુનેગારોને પોલીસનો કોઇ પણ ડર ન હોય તેમ ખુલ્લેઆમ ફાયરિંગ કરીને પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના સુરતના ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં બન્યો છે જ્યાં એક ગુનેગાર પર અજાણ્યા શખ્સો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરી અત્યારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા વેડ રોડ વિસ્તારમાં સરદાર હોસ્પિટલની બાજુમાં ફાયરિંગની ઘટના બની હતી. સફિ શેખ નામના ઇસમ પર ફાયરિંગ કરવામાં આવ્યો હતો. બે રાઉન્ડ ફાયરિંગ દરમિયાન એક ગોળી તેના પેટના ભાગે વાગી હતી હતી. જેથી ઈજાગ્રસ્ત અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. ફાયરિંગની ઘટનાથી અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને તપાસ શરૂ કરી હતી. 


'પાટણની સાતેય બેઠકો બહુમતિથી જીતીશું', ગોયલે કહ્યું; 'PM મોદીની લોકપ્રિયતા સામે કોઈ ટકી શકે નહી'


એસીપી આર આર આહિરએ જણાવ્યું હતું કે અગાઉ કુખ્યાત એવા સૂર્યા મરાઠીના જુના ઝઘડાની અદાવતમાં અગાઉ સાહિદ રહી ચૂકેલા સફિ શેખ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. બે શખ્સો ફાયરિંગ કરીને નાસી ગયા છે. હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. જેથી સફી શેખ સહિત તેની ગેંગના સભ્યોનો જૂનો ઇતિહાસ તપાસી આરોપીઓને શોધવા માટે પોલીસે કામગીરી શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube