જામનગર/મુસ્તાક દલ: ભુમાફિયા જયેશ પટેલને ભારત પરત મોકલવા લંડન કોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. આ સાથે જ જામનગર પોલીસની આખરે મહેનત રંગ લાવી છે. વકીલ કિરીટ જોશીના મર્ડર અને ગુજસીટોકના આરોપીને ભારત પરત મોકલવા લંડન કોર્ટે નિર્ણય કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લંડનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ જયેશ પટેલને ભારત લાવવામાં આવશે. જામનગર પોલીસને આખરે મોટી સફળતા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે પણ નહીં'


મહત્વનું છે કે, જામનગરના અતિ ચકચારી વકીલ કિરીટ જોશી મર્ડર કેસ અને જમીન કૌભાંડના આરોપી જયેશ પટેલને લંડન કોર્ટે ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. જામનગરના હત્યા અને જમીન કૌભાંડના કેસમાં ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયા બાદ જેલમાં બંધ હતો.


ગૃહવિભાગ આકરા પાણીએ! મંત્રી હર્ષ સંઘવી જોરદાર બગડ્યા, 2 જિલ્લાની પોલીસ ખડકાઈ 


ત્યાંથી ભારત પરત આવે તે માટે જામનગર અને ગુજરાતની પોલીસના પ્રયાસો ચાલુ હતા જેમાં અંતે પોલીસને સફળતા મળી છે. લંડનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ જયેશને ભારત પરત લાવવામાં આવે તેવી શક્યતાઓ છે.