ચેતન પટેલ , સુરત: સાયબર ક્રાઈમમાં એક ફરિયાદ નોંધાઇ હતી. જેમાં સુરતમાં કતારગામની પરિણીતાના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી સસરાને જ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. જેના નામે બદનામ કરવાની ધમકી આપતા પોલીસે એક ઇસમની ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય પરિણીતાના નામે કોઈ ભેજાબાજે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરી તેના જ સસરાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. આ સાથે સ્ટેટસમાં પરિણીતાનો ફોટો મુકી તેના ઉપર અંગ્રેજીમાં આઈ લવ યુ માય જાન લખ્યું હતું. જેની જાણ પરિણતાને થતા કતારગામ પોલીસમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે.પરિણીતાના ફોટા મુકવાની સાથે સગાસંબંધીઓને મેસેજ પણ કર્યા


કતારગામ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલા મોબાઈલ ફોનને ઉપયોગ કરતી નથી. પરિણીતાએ સોશિયલ મીડિયા ઉપર કોઈ એકાઉન્ટ બનાવ્યું નથી છતાંયે કોઈ બદમાશે તેના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું.


પરિણીતાના ફોટા મુકવાની સાથે સગાસંબંધીઓને મેસેન્જરમાં ફોટો મોકલી અને મેસેજ કર્યા હતા. બદમાશે પરિણીતાના સસરાને જ ગત તા 20મી ઓગસ્ટના રોજ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી ફોટો અપલોડ કર્યા હતા. જેથી પરિણીતાને તેના નામનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાની જાણ થતા તેના પતિએ પોલીસમાં અરજી કરી હતી.


પોલીસમાં અરજી કરી પણ બદમાશે ફેક એકાઉન્ટ બંધ ન કર્યુંપોલીસમાં અરજી કરવા છતાં બદમાશે ફેક એકાઉન્ટ ચાલુ રાખ્યું હતું. દરમિયાન ગત 24મી નવેમ્બરના રોજ સોશિયલ મીડિયાના એકાઉન્ટ સ્ટેટસમાં પણ તસવીરો મુકી તેના ઉપર અંગ્રેજીમાં આઈ લવ યુ માય જાન લખ્યું હતું. 


બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.જેના આધારે સુરત સાયબર દ્વારા એક આરોપીની ધરપકડ કરી મૂળ પાંડેસરા વિસ્તારમાં રહેતા રણજીત નાયક ની કરી ધરપકડ આરોપી ફરિયાદીનું ફેક આઈડી બનવી લોકોને મેસેજ કરી બદનામ કરતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube