પાલનપુરમાં ધોધમાર વરસાદથી કાગળની જેમ તૂટ્યો પુલ, જુઓ Live Video
સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરમાં (Palanpur) ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી જ પાલનપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Heavy Rain) થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા
અલ્કેશ રાવ/ બનસકાંઠા: સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરમાં (Palanpur) ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી જ પાલનપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Heavy Rain) થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે સિઝનના પહેલા વરસાદે (Rain) તંત્રની પોલ ખોલી છે. પાલનપુર તાલુકાના વેડંચાથી હોડા ગામને જોડતો લડબી નદી પરના પુલનો રોડ પ્રથમ વરસાદમાં કાગળની જેમ તૂટી પડ્યો છે.
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ બનાસકાંઠાના (Banaskantha) અનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદનું (Rain) આગમન થઈ ગયું હતું. સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરમાં (Palanpur) ધોધમાર વરસાદ તો દાંતા (Danta) અને વડગામમાં (Vadgam) વરસાદી ઝાપટા પડ્યા હતા. પાલનપુરમાં વહેલી સવારથી જ વરસાદની (Heavy Rain) ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.
આ પણ વાંચો:- Palanpur માં વહેલી સવારથી વરસાદની ધોધમાર એન્ટ્રી, ઠેર ઠેર લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી
Amit Shah એ રૂપાલના વેક્સિનેશન સેન્ટરની મુલાકાત બાદ વરદાયિની માતાના કર્યા દર્શન
જો કે, સિઝનના પહેલા વરસાદમાં જ લોકોનાં ઘરોમાં પાણી ઘૂસતા પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પડી છે. તો બીજી તરફ પાલનપુરના વેડંચાથી હોડા ગામને જોડતો લબડી નદી પરનો પુલ પ્રથમ વરસાદમાં જ ધોવાયો છે. લબડી નદી પરના પુલનો રોડ કાગળની જેમ તૂટીને પડ જતાં હલકી ગુણવત્તાવાળા કામની પોલ ખુલી છે. રોડ ઉપર કોઈ વાહન ન હોવાથી મોટી જાનહાની ટળી છે.
આ પણ વાંચો:- Chief Minister વિજય રૂપાણીનું મોટું નિવેદન, મંત્રીમંડળનું વિસ્તરણ નહી થાય
આ મામલે પુલના રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં પાલનપુરમાં સૌથી વધુ 97 મિમિ, વડગામમાં 65 મિમિ અને દાંતામાં 23 મિમિ વરસાદ નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube