મહેસાણા: નંદાસણ ખાતે 50 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું નિતીન પટેલે કર્યું લોકાપર્ણ
મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર નંદાસણ પાસે આવેલા ઓવર બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 50 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે આ લોકાર્પણના બાદ મંત્રી મંડળમાં ફેરફાર સહિતમાં વાત્સલ્ય કાર્ડના મુદ્દે આજે નાયબ મુખ્યમંત્રી એ નિવેદન આપ્યું હતું.
તેજસ દવે/મહેસાણા: મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર નંદાસણ પાસે આવેલા ઓવર બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 50 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે આ લોકાર્પણના બાદ મંત્રી મંડળમાં ફેરફાર સહિતમાં વાત્સલ્ય કાર્ડના મુદ્દે આજે નાયબ મુખ્યમંત્રી એ નિવેદન આપ્યું હતું.
નંદાસણ પાસે વર્ષોથી ટ્રાફિક જામ સર્જાતું હતું આ બ્રીજના લોકાર્પણ બાદ અહીંની ટ્રાફિકની સમસ્યા હલ થશે તો અમદાવાદથી પાલનપુર હાઈવે પર અવરજવર કરતા વાહનચાલકોને હવે સરળતા રહેશે સાથે નાયબ મુખ્યમંત્રીએ ‘મા’ કાર્ડ અનેમાં અમૃતમ કાર્ડના મામલે નિવેદન આપ્યું હતું. જેમાં અમદાવાદની કેટલીક હોસ્પિટલો ‘મા’ કાર્ડ ધારક સાથે પૈસા લેવાની ફરિયાદને પગલે તપાસમાં પૈસા લેતી હોસ્પિટલના મામલે હોસ્પિટલોને ‘મા’ કાર્ડની નિદાન પર સસ્પેન્ડ કરાઈ હતી. અને હોસ્પિટલ તંત્ર દ્વારા માફી માગી હતી. જનહિત માટે તે હોસ્પિટલોને ફરી ‘મા’ કાર્ડ ધારકોના ઈલાજ કરવા માન્યતા અપાઈ હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
સુરત: દહેજની માગ કરી પતિએ પત્નીને અડધી રાત્રે જાહેરમાં આપ્યા તલાક
જુઓ Live TV:-
વિધાનસભાના સત્ર પૂર્ણ થયા બાદ વિજય રૂપાણી સરકારની મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતા હોવાથી આ મામલે પણ નીતિન પટેલએ માહિતી આપી હતી. જેમાં આ અંગે મંત્રી મંડળનું વિસ્તરણએ રાષ્ટ્રીય નેતાગીરી,રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ, રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી કક્ષાએ જે નિર્ણય લેવાય તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ લોકાર્પણના કાર્યક્રમમાં સ્થાનિક સરપંચો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહીને નવીન પુલના મામલે નીતીન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.