Navsari heavy Rains: નવસારીમાં બપોર સુધી વિરામ લીધા બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. નવસારીના આદિવાસી પટ્ટાના વાંસદા ખેરગામ અને ગણદેવીમાં મુસાધાર વરસાદ શરૂ થયો છે. જો કે ગત બે કલાકમાં ખેરગામ તાલુકામાં પોણા ત્રણ ઇંચ અને વાસ્તવમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે..  ઉપરવાસના ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો તમામ ચારેય તાલુકાઓમાં એક ઇંચ થી વધુ વરસાદ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓગસ્ટ માટે અંબાલાલનું વરસાદી કેલેન્ડર! ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય, પૂર આવશે


બીલીમોરા શહેર પર પુરનું સંકટ
જો કે રાહત ની વાત છે કે નવસારીની અંબિકા અને કાવેરી નદીમાં જળસ્તર ઘટી રહ્યું છે. જેથી બીલીમોરા શહેર પર તોડતું પુરનું સંકટ ઓછું થયું છે જોકે બપોર બાદ મેઘાની બેટિંગ થી જનજીવન પ્રભાવિત થયું છે..બીલીમોરા શહેરમાં થોડા મહિનાઓ પહેલા રેલવે સ્ટેશનથી આતલિયા સુધી રસ્તા ઉપર કામગીરી થઈ હતી પરંતુ ત્યારબાદ યોગ્ય કામ ન થવાને કારણે રસ્તા ઉપર ખાડાઓ જ ખાડા છે જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી બેઠવી પડી રહી છે.


Rajyog: બુધ, શુક્ર, શનિ આવશે આમને-સામને, 3 રાશિવાળાઓ માટે ખુલી જશે કુબેરનો ખજાનો


અંબિકા ભયજનક સપાટીથી 2.40 ફૂટ બાકી
મહત્વનું છે કે, નવસારી અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે નવસારીની અંબિકા અને કાવેરી નદીના જળસ્તર સતત વધી રહ્યા છે. અંબિકા  રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. જે તેની ભયજનક સપાટીથી 2.40 ફૂટ બાકી રહી છે. બીજી તરફ કાવેરી નદીમાં પણ જળસ્તર વધતા કાવેરી 16 ફૂટે પહોંચી છે. જે પણ ભયજનક સપાટીથી ત્રણ ફૂટ બાકી છે. 


ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, બે સ્થળોએ દારૂબંધી હટાવવાની તૈયારી


બંને નદીઓથી ઘેરાયેલા બીલીમોરા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જેથી તંત્ર દ્વારા ગત રાતથી જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે. જ્યારે બીલીમોરાના બંદર રોડ સ્થિતિ પાસે લોકો કિનારા સુધી ન પહોંચે એ માટે ચુસ્ત પોલીસ ગોઠવવામાં આવ્યો છે સાથે જ નદીઓની જળ સપાટી ઉપર જિલ્લા તંત્ર નજર રાખી બેઠું છે જેથી જરૂર સમય તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. 


"મનરેગાની સાઈટ પર MLAના માણસો હેરાન કરે છે", ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર મહિલાના આરોપ...


10 ઘરોમાં પાણી ભરવાની શરૂઆત
નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની અંબિકા નદી રોદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને અંબિકા ના કાંઠાના બીલીમોરા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. શહેરના દેસરા વાડિયા શીપયાર્ડ દેગામ વાળા ની ચાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવા માંડ્યા છે. દેગામ વાળા ચાલમાં 10 ઘરોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે અને લોકોએ પોતાનો સામાન બચાવવાના પ્રયાસો હાથ ભર્યા છે, ત્યારે ઉપરવાસમાં આ જ રીતે વરસાદ વરસતો રહે તો બીલીમોરા પૂરની સ્થિતિનો સામનો કરે એવી સંભાવના દેખાઈ રહી છે.