જયેશ ભોજાણી/ગોંડલ: ભારત એ ખેતી પ્રધાન દેશ છે. ત્યારે અહિનાં પ્રગતીશીલ ખેડૂતો કઈકને કઈક નવા નવા પ્રયોગો દ્વારા ખેતી કરી ખેતી ક્ષેત્રે આગવી નામના મેળવી રહ્યા છે અને સારી આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે નાના એવા ગોંડલ ગામના યુવા પ્રગતીશીલ ખેડુત બ્રિજેશભાઈ ભીખુભાઈ કાલરીયાએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત કેસરની ખેતી કરી સફળતા મેળવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માટી પાણી કે સુર્યપ્રકાશ વગર કેસર ઉગાડયું!
5 થી. 6 લાખ રૂપિયા પ્રતિ કિલો કેસર બજારમાં વેંચતા હોય છે. ત્યારે ગોંડલના ખેડૂત બ્રિજેશભાઈ એ એક 15x15 ફુટના બંધ એવા કોલ્ડ રૂમમાં એ પણ માટી પાણી કે સુર્યપ્રકાશ વગર ઉચ્ચ ગુણવતા યુક્ત કેસર ઉગાડયું છે. જે કેસરનું બિયારણ પણ પોતે કાશ્મીરથી લઇ નિયંત્રિત વાતાવરણમાં (ઠંડક-ભેજ) જરૂરીયાત પ્રમાણે વધઘટ કરવામાં આવે છે. જરૂર જણાય તો અલગ-અલગ પ્રકારની લાઈટો દ્વારા ફકત અને ફક્ત પ્લાસ્ટીક અથવા તો લાકડાની ટ્રેમાં કેસરનું બિયારણ મુકી અને કાશમીરી કેસર ઉગાડવામાં બ્રિજેશભાઈ એ સૌ પ્રથમ સફળતા મેળવી છે.


ખેતી સાથેનો લગાવ અને એક જીદે અલગ કર્યું
બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે જો નવયુવાનો ચોકકસ ધ્યેય અને પ્લાનીંગ સાથે ખેતીમાં આગળ વધે તો ખેતી ક્ષેત્રે ચોકકસ પણે સફળતા મેળવી સારી આવક પણ મેળવી શકે છે. અને યુવાનોએ આ દિશામાં પરંપરાગત ખેતી છોડી અને એડવાન્સ ફાર્મીંગ, સ્માર્ટ ફાર્મીંગ, અર્બન ફાર્મીંગ, ઓર્ગેનીક ફાર્મીગ કે ગાય આધારીત ખેતી જેવા ખેતીના વિષયો સાથે આગળ વધવું પડશે. તેઓને ખેતી વિશેષક અભ્યાસ ન હતો, પરંતુ પોતાનો ખેતી સાથેનો લગાવ અને એક જીદ હતી કે ખેતીમાં કંઈક અલગ ઉત્પાદન કરી અને આવક મેળવવી એવો દ્રઢ સંકલ્પ કરેલો હતો. 


કોરોનાકાળમાં યુટ્યુબ પર વિડીયો જોઈ ખેતીના પાઠ શીખ્યા!
પોતે કોરોના કાળના લોકડાઉન સમયમાં ઘર પર જયારે ખેતીનાં નવા નવા વિષયો ઉપર યુટ્યુબ પર વિડીયો જોઈ ખેતી વિશે જાણવા મળ્યું કે આ પ્રકારની ખેતી પણ થઈ શકે છે અને ત્યારથી બ્રિજેશભાઈનાં મનમાં કેસરની ખેતી કરવાનો વિચાર આવ્યો. સામાન્ય રીતે કેસરની ખેતીમાં વર્ષમાં એક જ વખત ફલ્લાવરીંગ આવે છે. પરંતુ બ્રિજેશભાઈ વર્ષમાં બેથી ત્રણ વખત ફલ્લાવરીંગ કઈ રીતે લઈ શકાય તેના પર પણ કામ કરી રહ્યા છે.