ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં લોકસાહિત્યકારોમાં વિવાદ વકર્યો છે. ડાયરા કલાકારોના વિવાદ હવે અંતિમ ચરણમાં પહોંચ્યો છે. લોકસાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવાડ વચ્ચે વિવાદ સર્જાયો છે. દેવાયત ખવડે જે તે સમયે જાહેરાત કરી હતી કે 2025માં અમુક જ ડાયરા કરશે તેને લઇને બ્રિજરાજદાન ગઢવીએ ટીપ્પણી કરી છે. લોકડાયરમાં બ્રિજરાજદાને મજાકીયા અંદાજમા ટીપ્પણી કરી હતી. તેની સામે દેવાયત ખવડે ડાયરામાં જ તેનો જવાબ આપ્યો હતો કે ડાયલોગબાજી ના કરો સામે આવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે અગાઉ વિવાદ થયો હતો તેમા માતાજીના મંદિરમા ઉભો હતો એટલે માફી માંગી હતી હવે માફી કોઇ મંગાવી દે તો ડાયરા મુકી દઇશ. અગાઉ દેવયાત ખવડે બ્રિજરાજદાન પરિવાર વિષે ટીપ્પણી કરી ત્યારબાદ બંને વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ હવે મામલો ફરી ઉંચકાયો છે.



હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ: દેવાયત ખવડ
ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને જાણીતા કલાકાર બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે વિવાદ થતાં સમાજ દ્વારા બંને કલાકારોનું મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવવામાં આવ્યું હતું. વીડિયોમાં બંનેએ ઉલ્લેખ પણ કર્યો હતો કે કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મન દુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું. જોકે, હવે ફરી એકવાર દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે. જેમાં દેવાયત ખવડે વળતો પ્રહાર કરતા કહ્યું કે, 'હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ.'


ક્યાંથી શરૂ થયો વિવાદ? 
1લી જાન્યુઆરીએ બ્રિજરાજ દાન ગઢવીના ડાયરાનું આયોજન હતું. જેમાં તેઓએ દેવાયત ખવડના નામ લીધા વિના કટાક્ષ કરતાં કહ્યું હતું કે, સાગર હમણાં કહેતો હતો કે 2025થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે. જેને દેવાયત ખવડ પર કટાક્ષ તરીકે લેવામાં આવ્યું હતું. કારણ કે દેવાયત ખવડે 2022માં કહ્યું હતું કે 2025થી હું સિલેક્ટેડ ડાયરા કરીશ.