લવ જેહાદનો કાયદો તો લાવો જ પરંતુ સાથે આદિવાસી દીકરીઓનાં વેચાણને પણ અટકાવો: વસાવા
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ લેવજેહાદ અંગે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓનાં વેચાણને અટકાવવા માટે પણ રાજ્યનાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ સ્ફોટક રજુઆતને પગલે ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત વસાવાએ લવ જેહાદ મુદ્દે પણ ગંભીર પ્રકારના આક્ષેપો લગાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં આ કાયદો આવ્યા બાદ ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવે તેવી માંગ ઉઠવા લાગી છે.
ભરૂચ : ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ લેવજેહાદ અંગે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓનાં વેચાણને અટકાવવા માટે પણ રાજ્યનાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ સ્ફોટક રજુઆતને પગલે ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત વસાવાએ લવ જેહાદ મુદ્દે પણ ગંભીર પ્રકારના આક્ષેપો લગાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં આ કાયદો આવ્યા બાદ ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવે તેવી માંગ ઉઠવા લાગી છે.
.Gujarat Corona Update: રાજ્યમાં નવા 1110, 1236 સાજા થયા, 11 દર્દીઓનાં મોત
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, ગુજરાતમાં ગરીબ પરિવારની છોકરીઓ, જેમાં ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓને લાભ લઇને ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે ત્યાં વેચવામાં આવે છે. આ કામ કરવા માટે એજન્ટોની આખી ગેંગ સક્રિય છે. જેથી ગરીબ આદિવાસી દીકરીઓને લલચાવી ફોસલાવીને આદિવાસી સમાજમાંથી વેચવામાં આવે છે. જેના પર પ્રતિબંધ લગાવવા કાયદાની જોગવાઇ કરવામાં આવે તે જરૂરી છે. આ અંગે સરકાર સમક્ષ મે રજુઆત પણ કરી છે.
ધોળકા-બગોદરા હાઇવે પર રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4નાં ઘટના સ્થળે મોત
ભાજપ સાંસદે જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષથી હું લવ જેહાદ અને આદિવાસી છોકરીઓનાં વેચાણ હોવાના મુદ્દે રજુઆતો કરતો આવ્યો છું, જો કે આ મુદ્દાઓને સોશિયલ મીડિયામાં ઉછાળવાથી તેનો ઉકેલ આવતો નથી. તેના માટે સમાજમાં જાગૃતિ અભિયાન ચલાવવું જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના આંતરિયાળ ગામો અને વિસ્તારોમાંથી આજે પણ આદિવાસી દિકરીઓને કાઠિયાવાડ, મહેસાણા, અમદાવાદ સહિતનાં વિસ્તારોમાં લગ્ન કરાવી અપાય છે. આ માટે વચેટિયાઓની આખી ગેંગ સક્રિય છે. લાખો રૂપિયામાં આ લોકો સોદા કરતા હોય છે. આ સોદામાં યુવતીના માતા-પિતાને પણ અડધો હિસ્સો મળતો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube