ઝી બ્યૂરો, અમદાવાદઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન 21મી એપ્રિલ એટલેકે, આજ રોજ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. જોનસન પોતાના પ્રવાસનો પ્રારંભ ગુજરાતથી કરી રહ્યાં છે. પહેલીવાર કોઈ બ્રિટિશ પ્રધાનમંત્રી ભારત આવી રહ્યાં તેથી આપણાં માટે પણ આ એક મોટી બાબત છે. એમાંય તેઓ પોતાના ભારત પ્રવાસનો પ્રારંભ ગુજરાતથી કરી રહ્યાં છે. અમદાવાદમાં બોરિસ જોનસન જે હોટલમાં રોકાવાના છે તેને લઈને ભારે ચર્ચા ઉભી થઈ છે. શું તેમના માટે આખી હોટલ બુક કરવામાં આવી છે? તેમની સુરક્ષા માટે કેવી વ્યવસ્થા કરાઈ છે? કેવો હશે તેમની હોટલનો રૂમ આ તમામ મુદ્દાઓ અત્યારે ચર્ચામાં છે. જોકે, તેને જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ બોરિસ જ્હોનસન 21 એપ્રિલે અમદાવાદના મહેમાન બનશે. તેના માટે ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીએમ બોરિસ જ્હોનસન સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરશે. ઉલ્લેખનીય છેકે, મોદી PM બન્યા પછી 14 દેશના વડાએ અત્યાર સુધીમાં અમદાવાદની મુલાકાત લીધી છે. મોદીની વિદેશનીતિ અને મિત્રતાના કાયલ થઈને દુનિયાભરના દેશોના વડાઓ હવે ગુજરાતની મુલાકાતે દોડીને આવતા થયાં છે.


પીએમ બોરિસ જ્હોનસન 21 એપ્રિલે અમદાવાદના મહેમાન બનશે. તેના માટે ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીએમ બોરિસ જ્હોનસન સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરશે. ઉલ્લેખનીય છેકે, મોદી PM બન્યા પછી 14 દેશના વડાએ અત્યાર સુધીમાં અમદાવાદની મુલાકાત લીધી છે. મોદીની વિદેશનીતિ અને મિત્રતાના કાયલ થઈને દુનિયાભરના દેશોના વડાઓ હવે ગુજરાતની મુલાકાતે દોડીને આવતા થયાં છે.


પ્રાપ્ત માહિતી મુજબ, બ્રિટિશ વડાપ્રધાન આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રિજન્સીમાં રોકાશે. તેમનો બુલેટપ્રૂફ સ્યૂટ રિવરફ્રન્ટ ફેસિંગ છે. બ્રિટિશ ડેલિગેશન માટે હોટલના 9મા અને 10મા માળ સહિત 80 રૂમ બુક કરાયા છે. હાલમાં બ્રિટિશ વડાપ્રધાન અને તેમની સાથે આવનારા મહાનુભાવોની સિક્યોરિટી તેમજ તેમના માટે ભોજનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે. ઉલ્લેખનીય છેકે, હોટલ હયાત રિજન્સીના આ બુલેટપ્રૂફ સ્યૂટમાંથી રિવરફ્રન્ટનો નજારો સ્પષ્ટ જોઈ શકાય છે. આખી હોટલમાં આ એક માત્ર એવો સ્યૂટ છે જે બુલેટ પ્રૂફ છે. હાલ આ સ્યૂટ અને સમગ્ર હોટલને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. આ સ્યૂટ રિવરફ્રન્ટને ફેસ કરે છે. રિવરફ્રન્ટ જોઈ શકાય એ માટે અમદાવાદ આવતા મોટા ભાગના વીવીઆઇપી આ સ્યૂટમાં જ રોકાતા હોય છે.


હયાતના આ પ્રેસિડેન્શિયલ સ્યૂટમાં આમ તો શાહરુખ ખાન, ક્રિસ હેમ્સવર્થ અને એ. આર. રહેમાન સહિત અનેક મોટા સ્ટાર્સ રોકાઇ ચૂક્યા છે, પણ અંતમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા આ રૂમમાં રોકાયા હતા. આ બન્ને ક્રિકેટર બાદ બોરિસ જોનસન આ સ્યૂટમાં રોકાશે, જેના માટેની ખાસ તૈયારીઓ થઇ ચૂકી છે. મોદી 2014માં વડાપ્રધાન બન્યા પછી અત્યારસુધી 14 દેશના વડાએ અમદાવાદની મુલાકાત લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ, શિંજો આબે, બેન્જામિન નેતન્યાહુ જેવા નેતાઓ શહેરમાં આવી ચૂક્યા છે.


ઉલ્લેખનીય છેકે, અમદાવાદની મુલાકાત પહેલાં હોટલના શેફ અને તેમની ખાસ ટીમે બ્રિટિશ પ્રધાનમંત્રીની ટીમ સાથે વાતચીત હતી. જેમાં તેઓ શું જમવાનું પસંદ કરે છે તે અંગે ચર્ચા કરીને તે મુજબનું મેનું તૈયાર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ બોરિસની ટીમે હોટલના સત્તાધીશો સાથે ખાસ ડાયટ પ્લાન પણ શેર કર્યો છે, જેના આધારે તમામ વાનગીઓ તૈયાર થશે. તકેદારીના ભાગરૂપે બોરિસ જોનસન સાથે આવનારા ડેલિગેશનનો RTPCR ટેસ્ટ હોટલમાં કરાવવામાં આવશે.