અમદાવાદમાં 21 નવેમ્બરે રસ્તા પર કેવી રીતે મોતની બસ દોડી, તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું
પાંજરાપોળ પાસે BRTSની (BRTS Accident) અડફેટે થયેલા બે ભાઈઓના મોત મામલામાં આજે અમદાવાદ (Ahmedabad) પોલીસે સમગ્ર ઘટનાનું વીડિયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આમ, પોલીસે આ અકસ્માતના સાંયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા. કોર્ટના આદેશ બાદ BRTSના ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
મૌલિક ધામેચા/અમદાવાદ :પાંજરાપોળ પાસે BRTSની (BRTS Accident) અડફેટે થયેલા બે ભાઈઓના મોત મામલામાં આજે અમદાવાદ (Ahmedabad) પોલીસે સમગ્ર ઘટનાનું વીડિયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આમ, પોલીસે આ અકસ્માતના સાંયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા. કોર્ટના આદેશ બાદ BRTSના ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં 21 નવેમ્બરે પાંજરાપોળ ચાર રસ્તા પર કઈ રીતે મોતની બસ દોડી તેનું આજે રિકન્ટ્રક્શન અમદાવાદ પોલીસે કર્યું હતું. આરોપી ડ્રાઈવરને સાથે રાખીને BRTS બસની ટક્કર કેવી રીતે થઈ હતી તેનું રિકન્ટ્રક્શન ઘટના સ્થળે કરાયું હતું. BRTS બસના ડ્રાઈવરે બાઈક પર જતા બે સગા ભાઈઓને કચડી નાખતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. આજે આ કેસ મુદ્દે કઈ રીતે અકસ્માત થયો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસે આરોપી બસ ડ્રાઈવરને સાથે રાખ્યો હતો. આજે રિકન્સ્ટ્રક્શન થયા બાદ કેટલાક સવાલો પરથી પડદો ઉઠશે. આ અકસ્માતમાં ડ્રાઈવર કબૂલી ચૂક્યો છે કે તેણે બ્રેક નહોતી લગાવી. તો સીસીટીવીની તપાસમાં એ ભેદ પણ ખુલી ગયો છે કે
BRTS બસને તેણે રેડ સિગ્નલ હતું છતાં હંકારી હતી. મતલબ કે ડ્રાઈવરે મોતની બસ દોડાવી હતી. જેના કારણે બે સગા ભાઈઓને મોત ભરખી ગયું.
અંબાજી જતા હોય તો ખાસ વાંચો આ સમાચાર, નહિ તો રસ્તામાં જ અટવાઈ જશો
[[{"fid":"243492","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BRTS_Accident_driver_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"BRTS_Accident_driver_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BRTS_Accident_driver_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"BRTS_Accident_driver_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"BRTS_Accident_driver_zee.jpg","title":"BRTS_Accident_driver_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
પાંજરાપોળ BRTS અકસ્માત મામલે ટ્રાફિક પોલીસ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે BRTS ચાલક સામે વધુ ગુનાની કલમનો ઉમેરો કર્યો છે. ટ્રાફિક પોલીસે આ અકસ્માતમાં 304ની કલમનો ઉમેરો કર્યો છે. આ કલમનો ઉમેરો ટ્રાફિક પોલીસે એફએસએલના રિપોર્ટ બાદ કર્યો છે. ટ્રાફિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બસની ઝડપ 50ની આસપાસ હતી અને BRTS નું સિગ્નલ રેડ હોવા છતાં BRTS ચાલક બસ લઇને નીકળ્યો હતો. સાથે જ એ પણ તપાસમાં ખૂલ્યું કે, બાઈક ચાલક બંને ગ્રીન લાઈટ બંધ થવાના સમયે રવાના થયું હતું. ત્યારે વધુ પુરાવા એકઠા કરવા માટે ટ્રાફિક પોલીસ રિકન્સ્ટ્રક્શુ કરશે. ત્યારે આ આખી ઘટના માટે એક કમિટી નિમવામાં આવી હતી. એ કમિટી એ નક્કી કરેલા મુદ્દા પ્રમાણે આવનારા સમયમાં બીઆરટીએસ ચાલકોને એક વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને જરૂરિયાત મુજબ બીઆરટીએસ કોરિડોરમાં બમ્પ પણ બનાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube