ચેતન પટેલ / સુરત :સુરતમાં દિન પ્રતિદિન સિટી બસ ચાલકો બેફામ બન્યા હોઈ તેવું લાગી રહ્યું છે. છેલ્લા 4 દિવસમાં 4 લોકોના અકસ્માતમાં કરુણ મોત નિપજ્યા છે જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. 4 લોકોના મોત બાદ પણ મનપા દ્વારા સિટી બસની સ્પીડ લિમિટ બાંધવી કે પછી માસ્ટર પ્લાન તૈયાર કરવાની કોઈ કામગીરી હજી સુધી કરવામાં આવી નથી. જેને કારણે લોકોમાં સતત રોષ દેખાઈ રહ્યો છે. ત્યારે આજે સવારે ફરી એક સિટી બસના અકસ્માતની ઘટના બની હતી. જેમાં સિટી બસ ચાલકે પૂરપાટ ઝડપે આવી પાછળથી કારને ટક્કર મારી હતી. 


Breaking News: ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, Dy CM નીતિન પટેલની જાહેરાત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, સ્પીડને કારણે કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. આ બનાવમાં કાર ચાલક ઈજાગ્રસ્ત બન્યો હતો. જેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બીજી તરફ મારથી બચવા બસ ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. મુસાફરો પણ બસમાંથી ઉતરી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube