સુરત : બીઆરટીએસ બસનો (BRTS Bus) વધુ એક આતંક સામે આવ્યો છે. ત્રીજા દિવસે સુરતમાં બીઆરટીએસ બસે (Surat BRTS Bus) વધુ એક જીવ લીધો છે. શહેરના નાનપુરા વિસ્તારમાં બસની ટક્કરે મહિલાનું મોત થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્રણ દિવસમાં સુરતમાં આ પાંચમું મોત છે. જ્યારે અમદાવાદમાં ગુરૂવારે બીઆરટીએસની ટક્કરે બે સગા ભાઇઓએ જીવ ગુમાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃદ્ધ મહિલાની હતી ભૂલ, બસ જોઈને ડરી ગયા હતા


અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, વૃદ્ધ મહિલા રસ્તો ક્રોસ કરી રહ્યા હતાં. તેઓ ડિવાઈડર પાસે મહિલા ઉભા હતાં. પરંતુ રોડ ક્રોસ કરવા જતા બસ આવી હતી, અને વૃદ્ધા બસ જોઈ ડરી ગયા હતા અને તેમણે બસ પર હાથ મૂક્યો હતો. ત્યારે આ એક્સિડન્ટમાં વૃદ્ધ મહિલાની ભૂલ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. તો સાથે જ સીસીટીવી પણ સ્પષ્ટ થાય છે કે વૃદ્ધ મહિલાની ભૂલ છે. ઉલ્લેખનીય છે કે, સુરત (Surat) માં હજી સિટી બસના ચાલકે ત્રણ લોકોને કચડ્યા હતા તે ઘટનાના પડઘા હજી શમ્યા નથી, ત્યા સુરતમાં વધુ એક અકસ્માત થયો છે. સુરતમાં ડિંડોલી બાદ પાંડેસરા વિસ્તારમાં અને આજે નાનપુરામાં બીઆરટીએસ બસે અકસ્માત સર્જયો છે. જેમાં રાહદારી મહિલાનું મોત નીપજ્યું છે. 


સુરતના રસ્તા પર ફરી રહ્યું છે મોત, BRTSએ એક વ્યક્તિને અડફેટે લીધો, લોકોમાં આક્રોશ


BRTSએ ગઇ કાલે પાંડેસરામાં એક વ્યક્તિને અડફેટે લીધો છે. અકસ્માતને પગલે ડ્રાઈવર બસ છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારે આ ઘટના બાદ સ્થાનિક લોકોએ બસ ઉપર પથ્થરમારો કરાયો તો. તો બીજી તરફ, ઈજાગ્રસ્તને નવી સિવિલમાં સારવાર માટે લઈ જવાયો હતો. આમ, સુરતના લોકોમાં BRTSને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 


સુરત : વહેલી સવારે શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓને સિટી બસે કચડ્યા, 3ના ઓન ધી સ્પોટ મોત


સુરત (Surat) ના ડિંડોલી વિસ્તારમાં સવાર સવારમાં ચોંકાવનારો તથા દુખદ બનાવ બન્યો હતો. ડિંડોલી વિસ્તારમાં બુધવારે સવારે એક સિટી બસે (City Bus) એકસાથે ચાર લોકોને અડફેટે (Accident) લીધા હતા. જેમાંથી ત્રણના મોત નિપજ્યા હતા. 2 વિદ્યાર્થીઓ અને એક આધેડનું મોત નીપજયું હતું. બંને વિદ્યાર્થીઓ સ્કૂલ જવા નીકળ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે ઘાયલ વધુ એક વ્યક્તિનું મોત નીપજતા કુલ ચારના મોત થયા હતા. આમ ત્રણ દિવસમાં સુરત શહેરમાં બીઆરટીએસે પાંચ લોકોનો જીવ લીધો છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube