અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ની સરકાર સંવેદનશીલ સરકાર ગણાય છે. પરંતુ લાગે છે કે ગુજરાતના સત્તાપક્ષના નેતાઓ સંવેદનશીલતા ગુમાવી ચૂક્યા છે. અમદાવાદ (Ahmedabad) માં BRTSના અડફેડે બે જુવાનજોધ યુવાનોનો જીવ ગયો હતો, અને બીજી તરફ બે દીકરાઓ ગુમાવ્યાનો આંક્રોદ કરી રહેલા પરિવારને સાંત્વાના આપવા એકપણ નેતા પહોંચ્યા ન હતા. અકસ્માત સ્થળથી માત્ર ચાર કિલોમીટર દૂર એક કાર્યક્રમમાં નેતાઓ હાજર રહ્યા હતા, પણ કાર્યક્રમ છોડીને અકસ્માત સ્થળે પહોંચવાની એકપણ નેતાએ તસ્દી ન લીધી. મીડિયાની સાથે સ્થાનિક લોકોએ પણ અમદાવાદના મેયર બીજલ પટેલ (Bijal Patel) ને ફોન કર્યો હતો, પણ તેઓ કાર્યક્રમમાં હોઈ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. એટલું જ નહિ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો એવો બફાટ કર્યો કે, એક્સિડન્ટ સ્વભાવિક પ્રક્રિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરેથી ટિફીન લઈને નીકળેલા બંને દીકરાઓનો ચહેરો હવે માતાપિતા ક્યારેય નહિ જોઈ શકે


તપાસના નામે મેયર બીજલ પટેલે પોતાનો પાંગળો બચાવ કર્યો 
અકસ્માત બાદ અમદાવાદના મેયર બીજલ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. ત્યારે પોતાનો બચાવ કરતા મેયરે કહ્યું કે, અમે જેટલા પણ ટાગોર હોલમાં કાર્યક્રમ માટે હાજર હશે એ બધાએ જોયુ હશે કે મેં ફોન ઉપાડ્યો નથી. આ દુખદાયક ઘટના છે. પોલીસ દ્વારા સઘન તપાશીસું, તપાસ બાદ યોગ્ય પગલા લઈશું. પરિવાર સાથે અમે જોડાયેલા રહીશું. કોર્પોરેશન તમામ મદદ કરશે, પરિવારના દુખ સાથે અમે જોડાયેલા છે. સંવેદનશીલ સરકાર છે. તેથી ચોક્કસ તમામ તપાસ કરીશું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube