સુરતઃ શહેરમાં સિટી બસે ટક્કર મારતા 13 વર્ષના એક વિદ્યાર્થીનું મોત થયું છે. વેસુ વિસ્તારમાં એસ.ડી. જૈન સ્કૂલ પાસે આ ઘટના બની હતી. વિદ્યાર્થી રસ્તો ઓળંગી રહ્યો હતો એ દરમિયાન સિટી બસના ચાલકે આ વિદ્યાર્થીને ટક્કર મારી અને ટક્કર એટલી ગંભીર હતી કે વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. અકસ્માત બાદ બસ ચાલક અને કન્ડક્ટર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર સુરતના વેસુ વિસ્તારમાં એસ.ડી.જૈન સ્કૂલ આવેલી છે. અહીં અભ્યાસ કરતો એક 13 વર્ષનનો વિદ્યાર્થી રસ્તો ઓળંગી રહ્યો હતો, આ દરમિયાન ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસે વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.