રઘુવીર મકવાણા/બોટાદ: આજે સવારના સમયે તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સરાજાહેર ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. જેને પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.બનાવના પગલે લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા જ્યારે પોલીસ કાફલો ત્યાં દોડી જઇ લાશને પીએમ માટે મોકલી હત્યાનું કારણ અને હત્યારાને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હત્યાના બનાવને પગલે ભારે ચકચાર
બોટાદ શહેરમાં તાલુકા સેવા સદન ના ગ્રાઉન્ડમાં આજે મુદત ભરવા આવેલા સિહોરના મફતનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા લક્ષ્મણભાઈ કનુભાઈ જોગરાણા નામના 25 વર્ષીય યુવકની કોઈ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. લક્ષ્મણભાઈ તાલુકા સેવા સદનમાં મુદત ભરવા માટે આવેલ હતા જ્યાંથી તેઓ બહાર નીકળતા અગાઉથી તેની હત્યાનો પ્લાન બનાવીને ઉભેલા અજાણ્યા શખ્સોએ લક્ષ્મણભાઈ ઉપર તીક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી આડેધડ હથિયારોના ઘા ઝીંકી દેતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેનું મોત નિપજ્યું હતું. હત્યાના બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ મૃતકની બોડીને પીએમ હોસ્પિટલ ખસેડી હત્યાનું કારણ અને હત્યારાને શોધવા કાર્યવાહી હાથ ધરી છે. 


પોલીસ દ્રારા આરોપીને ઝડપી લેવા કામગીરી હાથ ધરાઈ
બોટાદ તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં આશરે 25 વર્ષીય લક્ષમણ જોગરાણાની હત્યામાં મામલે આશરે 10 વર્ષ પહેલાં થયેલ હત્યા મામલના આરોપી તરીકે લક્ષમણ જોગરાણા હોય પણ તે સમયે તેમની ઉંમર લગભગ 16 વર્ષની આસપાસની હોય જેના કારણે બાળ અદાલતમાં કેસ ચાલેલ જે અંતર્ગત આજરોજ તે મુદત ભરવા આવેલ ત્યારે અગાવ થયેલ હત્યાની દાજ રાખી લક્ષમણની આજરોજ તિક્ષણ હથિયારોના સરા જાહેર ઘા મારી હત્યા કરનાર આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલ છે. ત્યારે બોટાદ ડી.વાય.એસ.પી. દ્રારા આપેલ માહિતી મુજબ અગાવ ની અંગત અદાવત માં આહત્યા થયેલ હોય જેને લઈ હાલ તો અલગ અલગ ટીમો બનાવી પોલીસ દ્રારા આરોપીને ઝડપી લેવા કામગીરી હાથ ધરવામાં આવેલ છે.