રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ગુજરાતના કચ્છના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાનની બોટ સાથે બે ઘુસણખોર બીએસએફના જવાનોએ ઝડપી પાડ્યા છે. બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બે શખમંદ લોકોને પાકિસ્તાનથી ધુસણખોર ઝડપી પાડ્યા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારા પર અનેકવાર પાકિસ્તાન દ્વારા અનેકવાર ભારતની સીમામાં ધૂસણખોરી કરતા હોય છે. બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશન કરતા હતા તે દરમિયાન પાકિસ્તાનથી આવેલા બે શખમંદ લોકોને ઝડપી લીધા છે. પાકિસ્તાનની બોટના ભારતમાં ઘૂસાડીને ભારતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી છે.


અમદાવાદ: નશાનું વેચાણ અને સેવન અટકાવવા માટે પોલીસે અપનાવ્યો નવો અભિગમ



કચ્છાના ક્રિક વિસ્તારમાં પાકિસ્તાન બોટ સાથે બે પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયા હતા. બીએસએફના જવાનો દ્વારા આ બંન્ને વ્યક્તિને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે, કે અગાઉ પણ કેટલાક માછીમારો પાકિસ્તાન દરિયા કિનારાથી ભારતીય દરિયાની સીમામાં પ્રવેશ કરતા પકડાઇ ચૂક્યા છે.