અમદાવાદ: દેશમાં ગણતંત્ર દિવસ પહેલાં સુરક્ષા એજન્સીઓ અલર્ટ પર છે. તેને ધ્યાનમાં રાખીને 21 જાન્યારીથી 28 જાન્યુઆરી સુધી સાત દિવસનું ઓપરેશન અલર્ટનો અભ્યાસ શરૂ થયો છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ તેને લઈને તહેનાત છે. ગુજરાતમાં કચ્છના રણથી રાજસ્થાનના બોર્ડર સુધી સૈનિકો અભ્યાસ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન રાષ્ટ્ર વિરોધી તત્વોના કોઈપણ નાપાક ઈરાદાને નિષ્ફળ બનાવવા માટે ઓપ્સ અલર્ટ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદની આસપાસના વિસ્તારની સાથે સાથે ક્રીક અને હરામી નાળામાં વિશેષ અભિયાન ચલાવી શકાય. તે સિવાય અનેક ઓપરેશનલ પ્રક્રિયાને માન્ય કરવા સિવાય સાર્વજનિક આઉટરીચ કાર્યક્રમોની પણ યોજના બનાવવામાં આવી છે.


આ પણ વાંચોઃ Video: વેપારીએ માત્ર 100 રૂપિયા આપતા નારાજ કિન્નરે દુકાનમાં કપડા કાઢી નાખ્યા અને....

પંજાબમાં પણ અલર્ટ જાહેર: 
આ સિવાય પંજાબના અમૃતસરમાં શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પહેલાં સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુરક્ષા કાર પાર્કિંગ સિટી સાઈડ યાત્રી એટલે હોલની અંદર પ્રવેશ કરવા અને બહાર નીકળનારા ગેટ પર વધારવામાં આવી છે. તે અંતર્ગત 75 રૂપિયા ટિકીટવાળી દર્શક ગેલેરીમાં લોકોની એન્ટ્રી 30 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે. એરપોર્ટની અંદર ગુરુદ્વારા સ્તસર સાહિબ જનારા શ્રદ્ધાળુઓને અંદર જવા પણ બંધ કરી દેવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ પરીક્ષા નજીક અને શિક્ષકોને ચૂંટણીકાર્ડ-આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી સોંપાઈ


26મી જાન્યુઆરીના કારણે અલર્ટ પર સુરક્ષા એજન્સીઓ:
તમને જણાવી દઈએ કે ગણતંત્ર દિવસ પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી અને તમામ આતંકી સંગઠન ભારતમાં હુમલાની ફિરાકમાં છે. સુરક્ષા એજન્સીઓના ગુપ્તચર રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ પ્રમાણે 26 જાન્યુઆરીએ દિલ્લી, પંજાબ સહિત દેશના અનેક શહેરોમાં આતંકી હુમલાનું ઈનપુટ મળ્યા છે. ISIએ આ હુમલાને અંજામ આપવા માટે દાઉદ ગેંગના સભ્યોની મદદ લીધી છે. એજન્સીઓએ દેશના મોટા શહેરોમાં આતંકી હુમલાનું અલર્ટ જાહેર કર્યુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube