સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે બીએસએફના જવાનનોએ કાઢી સાયકલ રેલી
આશરે 100 જેટલા જવાનોએ સાઇકલ રેલીમાં ભાગ લીધો હતો.
મૌલિક ધામેચા/અમદાવાદઃ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીએસએફ ગુજરાત ફરન્ટીયર ગાંધીનગર દ્વારા પણ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. બીએસએફ ગાંધીનગર દ્વારા તારિખ 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 100 જેટલા જવાનોએ સાઇકલ રેલીમાં ભાગ લીધો હતો. આ રેલી બીએસએફ કેમ્પ ગાંધીનગરથી શરૂ થઈને ચિલોડા, સિહોલી, આલમપૂર, લેકાવાડા જેવા આસપાસના 15 કિલોમીટરના રૂટ પર ફરી હતી. આ રેલીના માધ્યમથી જવાનોએ ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. ગ્રામ્સ વિસ્તારમાં સ્વચ્છતાનો સંદેશો આપવા માટે અને જાગૃતિ લાવવા માટે બેનરો અને મ્યુઝિક સાથે અધિકારીઓએ સાયકલિંગ કર્યું હતું.
[[{"fid":"184353","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]