Gujarat Election 2022: કોંગ્રેસ બાદ BTPએ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો મહેશ વસાવા ક્યાંથી લડશે?
Gujarat Election 2022: ભારતીય ટ્રાઇબલ પાર્ટી (btp) દ્વારા ઉમેદવારાના પ્રથમ લિસ્ટમાં નાંદોદ વિધાનસભામાં મહેશ શરદ વસાવાને ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે અન્ય 11 વિધાનસભા બેઠકો પર પણ નામ જાહેર કર્યા છે.
Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર તઈ ચૂકી છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરવાના કામમાં લાગ્યો છે. શુક્રવારે મોડી સાંજે કોંગ્રેસે પોતાની પહેલી યાદી જાહેર કરી છે, ત્યારે આજે સવારે (રવિવાર) ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે 12 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે.
ભારતીય ટ્રાઇબલ પાર્ટી (btp) દ્વારા ઉમેદવારાના પ્રથમ લિસ્ટમાં નાંદોદ વિધાનસભામાં મહેશ શરદ વસાવાને ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે અન્ય 11 વિધાનસભા બેઠકો પર પણ નામ જાહેર કર્યા છે. મહેશ છોટુ વસાવા ઝઘડીયા સીટ પરથી ઉમેદવારી કરવાની શકયતા દેખાઈ રહી છે.
સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે 2022માં છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ઉમેદવારી નહિ કરે. ડેડીયાપાડામાંથી બહાદુર વસાવાને ટિકિટ આપે તેવી શકયતા દેખાઈ રહી છે. હજુ આ બન્ને સીટ BTP એ પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube