ભરત ચૂડાસમા/ભરૂચ :દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતો આંદોલન (farmers protest) ની હાલ સર્વત્ર ચર્ચા થઈ રહી છે. ત્યારે ગઈકાલે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait)  મીડિયા સામે કહ્યું હતું કે, જો સરકારે કાયદો પરત ન ખેંચ્યો તો હું આત્મહત્યા કરી લઈશ. ત્યારે તેમના આ નિવેદનને પગલે ઝઘડિયા BTP ના ધારાસભ્ય છોટુ વસાવા (chhotu vasava) એ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. બીટીપીના છોટુ વસાવાએ રાકેશ ટિકૈતને સમર્થન આપતા કહ્યું કે, ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતને એક ખરોચ પણ આવી તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે. તો પછી ગુજરાતમાં પણ આંદોલન ગમે ત્યારે શરૂ થઈ શકે છે. આમ, છોટુ વસાવાએ ટ્વિટ કરી સરકારને ચેતવણી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે દિલ્હી-ઉત્તર પ્રદેશના ગાઝીપુર (Gazipur) બોર્ડર પર ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) ની ધરપકડ કરવા ગયેલી પોલીસ ખાલી હાથે પાછી ફરી. ગાઝિયાબાદ પ્રશાસને ખેડૂતોને પ્રદર્શન સ્થળ ખાલી કરવા માટે નોટિસ ફટકારી છે. જો કે ટિકૈતનું કહેવું છે કે તેઓ ધરણા ખતમ કરશે નહીં. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ધરણા (Farmers Protest) હટાવવાની અરજી પર હજુ કોઈ ચુકાદો આપ્યો નથી. જિલ્લા પ્રશાસન સર્વોચ્ચ અદાલત કરતા ઉપર ન હોઈ શકે. તેમણે કહ્યું કે હું આ નોટિસ વિરુદ્ધ શુક્રવારે સર્વોચ્ચ કોર્ટ (Supreme Corut) માં અરજી દાખલ કરીશ. આ દરમિયાન રાકેશ ટિકૈત અત્યંત ભાવુક થયેલા પણ જોવા મળ્યા. 



ટિકૈત ચોધાર આંસુએ રડી પડ્યા
ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર રાકેશ ટિકૈત (Rakesh Tikait)  ભાવુક થઈ ગયા હતા અને આરોપ લગાવ્યો કે પ્રશાસન તેમના આંદોલન (Farmers Protest) ને કચડવાનો પ્રયાસ કરી રહ્યું છે. મીડિયા સામે વાત કરતા સમયે તેઓના આંસુ પણ છલકાઈ ગયા. અત્રે જણાવવાનું કે ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor Rally)  દરમિયાન અનેક ઠેકાણે હિંસા થઈ. આ હિંસા મામલે દિલ્હી પોલીસની એફઆઈઆરમાં સામેલ ટિકેતે બે દિવસ બાદ વિરોધ સ્થળ પર પોતાની હાજરી નોંધાવી. હાલ ગાઝીપુર બોર્ડર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. 



રાકેશ ટિકૈત આંદોલન ચાલુ રાખવા માટે મક્કમ, કહ્યું-ખેડૂતોના હક માટે લડતો રહીશ
મીડિયા સાથે વાત કરતા ભાવુક થયેલા ટિકૈતે કહ્યું કે 'પ્રશાસન તેમના શાંતિપૂર્ણ આંદોલનને સમાપ્ત કરવા માટે ખેડૂતો વિરુદ્ધ ષડયંત્ર રચવાની કોશિશ કરે છે.' તેમણે કહ્યું કે 'અમે અહીં ત્રણ કૃષિ કાયદા (New Farm Laws) ના વિરોધમાં પ્રદર્શન કરવા આવ્યા હતા. અને તેમને પાછા ખેંચવાની માગણી કરી રહ્યા હતા.' તેમણે આરોપ લગાવ્યો કે 'ભાજપ (BJP) ના લોકો ખેડૂતોને મારવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ દેશના ખેડૂતો સાથે અન્યાય છે. ત્રણ કાયદા રદ થવા જોઈએ અને જ્યાં સુધી કાયદા પાછા ન ખેંચાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. હું ખેડૂતોના હક માટે લડતો રહીશ.'