ગૌરવ પટે/અમદાવાદ :આજે અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશન (AMC) નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કમિશ્નર લોચન શહેરા વર્ષ 2022-23 માટેનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરાયુ છે. 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે. ગત વર્ષે 7475 કરોડનુ બજેટ હતું. 636 કરોડના વધારાવાળુ આ બજેટ (budget 2022) છે. જેમાં રેવન્યુ ખર્ચ 4240 કરોડ, કેપિટલ ખર્ચ 3871 કરોડ સાથે કુલ 8111 કરોડનું બજેટ રજૂ કરાયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષના અમદાવાદના ડ્રાફ્ટ બજેટમા ચૂંટણીની અસર જોવા મળી છે. અમદાવાદના નાગરિકો પર કોઇ વધારા ઝીંકાયા નથી. સામાન્ય વેરામાં કોઇ વધારો કરયો નથી. વોટર અને કન્ઝરવેશી ટેક્સમાં કોઇ વધારો નથી કરાયો. તો વાહન વેરો પણ વધારો નથી. 


વર્ષ 2022-23 મા કોને શુ ફાળવાયું


  • બજેટમાં ટ્રાફિકના નિવારણ માટે 6 કરોડ

  • અર્બન ટ્રાન્સપોર્ટ માટે 490 કરોડ

  • બીઆરટીએસ માટે 100 અને એએમટીએસ માટે 390 કરોડ 

  • 100 ઇલેક્ટ્રીક બસ ખરીદવાનું આયોજન

  • સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 297.55 કરોડની ફાળવણી

  • મહિલાઓ માટે 21 પીંક ટોયલેટ ઉભા કરાશે

  • 8.40 કરોડના ખર્ચે બનશે ટોઇલેટ

  • ફ્લડ મોનિટીરીંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 100 કરોડની જોગવાઇ, જેમાંથી ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાટર્સ માટે 60 કરોડ

  • ૩ નવા ફાયર સ્ટેશન બનશે. 17 કરોડના ખર્ચે એક સ્ટેશન બનશે

  • પાંચકુવા ફાયર સ્ટેશનનું રીટ્રોફીકેશન કરાશે

  • ઓઢવ ફાયર સ્ટેશનનું નવિનિકરણ થશે

  • નવા 10 અર્બન હેલ્થ સેન્ટર બનાવવા 40 કરોડની જોગવાઈ

  • 20 કરોડના ખર્ચે નવા CHC 2 બનાવશે

  • 3 નવી ફાયર ચોંકી બનાવાશે, અઢી કરોડના ખર્ચે એક ચોંકી બનશે

  • જાહેર મકાન માટે 341 કરોડ ફાળવાયા

  • ગોતા ચાંદલોડીયામાં કોમ્યુનિટી હોલ બનશે

  • હાઊસીંગ મટે 95043 મકાનો બનવાનું આયોજન


રાજકોટનું પણ ડ્રાફ્ટ બજેટ રજૂ 
બીજી તરફ, રાજકોટ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.રાહતની વાત એ છે કે કોઈ નવા કરવેરા આ બજેટમાં નથી વધારવામાં આવ્યા. સ્ટેન્ડિંગ કમિટીના સમક્ષ મ્યુનિસિપલ કમિશનરે આ બજેટ રજૂ કર્યું. સ્કૂટર લોડિંગ રીક્ષા, મીની ટ્રક, ફોર વહીલર લોડિંગ ટેમ્પો, ઓટો રીક્ષા માટે 2.5 ટકા આજીવન વાહન વેરો રહેશે.જેમાં 3 લાખ 99 હજારથી વધુના વાહનો માટે 2 ટકા લેખે વેરો પ્રસ્તાવિત છે. જ્યારે 25 લાખથી વધુના વાહનો માટે ચાર ટકા વેરો પ્રસ્તાવિત છે. 50 લાખથી વધુના વાહનો માટે પાંચ ટકા લેખે વાહન વેરો પ્રસ્તાવિક કરાયો છે .રાજકોટમાં 10 નવા બાગ બગીચા બનવવામાં આવશે,,શહેરમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ થશે. સાથે જ 3 નવા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે. મુંજકા અને માધાપર ખાતે આરોગ્ય કેન્દ્ર બનશે. જ્યારે કોઠારીયા વિસ્તારમાં 24 કલાક ધમધમતું હેલ્થ સેન્ટર બનશે. 100 ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જ સ્ટેશન બનશે. 50 બસ માટે પ્રાથમિક રૂપથી કાર્યરત થશે. પી ડી મલાવીયા ફાટક ઉપર નવા બ્રિજ ની દરખાસ્ત મુકવામાં આવી છે.. તો જામનગર રોડ પર પણ બ્રિજ બનશે.