Budget 2022: ગુજરાતની કઈ મોટી નદીઓને લિંક કરવામાં આવશે? બજેટમાં શું કરાઈ જાહેરાત?
મોદી સરકારનું સામાન્ય બજેટ મધ્યપ્રદેશ માટે મોટી ભેટ લઈને આવ્યું છે. બજેટમાં કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશના મહત્વપૂર્ણ કેન-બેતવા લિંક પ્રોજેક્ટ માટે બજેટને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વિશે તેની જાહેરાત કરી છે.
Union Budget 2022: આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કર્યું. કોરોના મહામારીની ત્રીજી લહેરની વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2022-23ને રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારે ઈલેક્ટ્રોનિકસના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો છે. નાણામંત્રીએ આગામી વર્ષમાં ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાની ધારણા બજેટમાં મૂકી છે.
બજેટમાં ગુજરાતની કઈ 5 નદીને કરાશે લિંક્સ
આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા બજેટમાં 5 નદી લિંક્સ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં દમણગંગા-પિંજલ, તાપી-નર્મદા, ગોદાવરી-કૃષ્ણ, કૃષ્ણા-પેન્નાર અને પેન્નાર-કાવેરી માટેના ડ્રાફ્ટ ડીપીઆરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. એકવાર લાભાર્થી રાજ્યો વચ્ચે સર્વસંમતિ થઈ જાય પછી કેન્દ્ર અમલીકરણ માટે સમર્થન પૂરું પાડશે તેમ નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.
Koo App
Draft DPRs for 5 river links, Damanganga-Pinjal, Par Tapi-Narmada, Godavari-Krishna, Krishna-Pennar & Pennar-Kaveri have been finalized. Once consensus is reached among beneficiary states, centre will provide support for implementation: Nirmala Sitharaman #AatmaNirbharBharatKaBudget
- PIB India (@PIB_India) 1 Feb 2022
નોંધનીય છે કે, મોદી સરકારનું સામાન્ય બજેટ મધ્યપ્રદેશ માટે મોટી ભેટ લઈને આવ્યું છે. બજેટમાં કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશના મહત્વપૂર્ણ કેન-બેતવા લિંક પ્રોજેક્ટ માટે બજેટને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વિશે તેની જાહેરાત કરી છે. કેન-બેતવા લિંક પ્રોજેક્ટને પહેલા જ મોદી સરકારની મંજૂરી મળી ગઈ હતી, આ યોજના એમપી અને યુપીમાં આવતા બુંદેલખંડ ક્ષેત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
44,605 કરોડની બજેટમાં જોગવાઈ
બજેટમાં કેન-બેતવા લિંક પ્રોજેક્ટ માટે 44,605 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતો અને સ્થાનિક વસ્તીને સિંચાઈ, ખેતી અને આજીવિકાની સુવિધાઓ પૂરી પાડતી 9 લાખ હેક્ટરથી વધુની જમીનને સિંચાઈ કરવા માટે કેન-બેટવા લિંક લાગુ કરવામાં આવશે.
કેન-બેતવા લિંક પ્રોજેક્ટ શું છે?
કેન્દ્ર સરકારે નદીઓને એકબીજા સાથે જોડવા માટે નેશનલ પ્રેસ્પેક્ટ પ્લાન તૈયાર કર્યો હતો. કેન-બેતવા લિંક પ્રોજેક્ટ આ યોજના હેઠળનો પ્રથમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ કેન નદીનું પાણી બેતવા નદીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. બંને નદીઓને જોડવા માટે 221 કિલોમીટર લાંબી કેન-બેતવા લિંક કેનાલ બનાવવામાં આવશે, તેમાં એક કિલોમીટર લાંબી ટનલ પણ બનાવવામાં આવશે. જલ શક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન-બેતવા લિંકથી વાર્ષિક આશરે 10.62 લાખ હેક્ટર જમીનની સિંચાઈ થશે અને 62 લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે. આ પ્રોજેક્ટ હેઠળ 103 મેગાવોટનો હાઇડ્રોપાવર અને 27 મેગાવોટનો સોલાર પ્લાન્ટ પણ બનાવવામાં આવશે. માર્ચ 2021 માં, કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલય અને મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે કેન બેટવા લિંક પ્રોજેક્ટ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube