અમદાવાદ : ચાંદખેડા વિસ્તારમાં રહેતા બિલ્ડરનું કરોડો રૂપિયાની લેતીદેતીમાં કેટલાક શખ્સોએ અપહરણ કરીને સુરેન્દ્ર નગર જિલ્લાના રળોલ ગામે ગોંધી રાખ્યો હતો. અપહરણકારોએ બિલ્ડરને મુક્ત કરવા માટે રૂપિયા એક કરોડની ખંડણી માંગી હતી. બિલ્ડર પાસેથી બાવળાના ભાયલા ગામે નરેન્દ્ર સિંહ રાઠોડને પાંચ કરોડ રૂપિયા લેવાના નિકળતા હતા. જેથી નરેન્દ્રસિંહે સુરેન્દ્રનગર જિલ્લાના પરનાળા ગામે રહેતા ભરવાડને અપહરણની સોપારી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગેની માહિતી મળતા જ ક્રાઇમબ્રાંચે બિલ્ડરને ઝડપી લેવા માટે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે લીંબડીના રળોલ ગામેથી મુક્ત કરાવ્યા હતા. ક્રાઇમબ્રાંચે અપહરણ કરવાના મુખ્ય આરોપી અને આશરો આપનાર સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી છે. જ્યારે અપહરણ કરનારા લોકો ત્રણ આરોપીઓ ફરાર છે. 


ચાંદખેડા વિસ્તારમાં પ્રકાશ પ્રજાપતિ નામનો બિલ્ડર પોતાનાં પરિવાર સાથે રહે છે. કન્સ્ટ્રક્શનના વ્યસાય સાથે સંકળાયેલા હોવાથી કરોડો રૂપિયાની લેતી દેતી થતી હતી. બાવળાના ભાયલા ગામે રહેતા નરેન્દ્રસિંહ રાઠોડને ચાર કરોડ જેટલી મોટી રકમ લેવાની નિકળતી હોવાથી અને પ્રકાશ ભાઇ આપતા નહી હોવાથી બે શખ્સો પ્રકાશભાઇનું અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા. 


ક્રાઇમબ્રાંચે જાણ કરતા DYSP સહિતની સ્કવોર્ડે ડ્રાઇવરને આપેલા ફોન નંબરના આધારે તપાસ આદરી હતી. બનાવ સ્થળના સીસીટીવી અને લોકેશન મેળવીને તપાસ કરતા ચાંદોગર તરફ ગયા હતા. આ નંબર સુરેન્દ્રનગર જિલ્લાના પરનાળા ગામે વાઘા ભરવાડનો હતો. વાઘા ભરવાડે અફહરણ કરાવ્યું હોવાથી લીંબડીના રળોલ ગામે અબ્દુલ ટિંબલીયાને ત્યાં છુપાવ્યા હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ક્રાઇમબ્રાંચે દરોડો પાડી બિલ્ડરને મુક્ત કરાવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube