અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ જીવન ભરની મૂડી ભેગી કરીએ ત્યારે પોતાનું એક ઘર થતું હોય છે. એવા પણ ઘણા લોકો છે જેઓ આખી જિંદગી કમાય છતાં પણ પોતાનું ઘર નથી લઈ શક્તા. થોડા ઘણા રોકડા અને બાકીની લોન કરીને કેટલાક લોકો ઘર માટે સાહસ ખેડતા હોય છે. પણ જ્યારે બિલ્ડરની ઉઠામણું થઈ જાય અને જે પૈસા બચાવીને ભર્યા હોય તે બિલ્ડર લઈને જતો રહે તો? કંઈક આવું જ થયું છે અમદાવાદના સાઉથ બોપલમાં. જ્યાં પ્રિવિલોન બિલ્ડર ગ્રુપનું ઉઠામણું થતાં અનેક લોકોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો....જુઓ આ અહેવાલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તમામ એ લોકો છે જેમના સપના મોટા હતા. પોતાનું એક ઘર હોય તે માટે જીવનભરની મુડી ભેગી કરી પ્રિવિલોન બિલ્ડરને આપી હતી. આ બિલ્ડરે સાઉથ બોપલમાં અલગ અલગ સ્થળે 14 અને 22 માળના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ અનેક લોકોએ તેમાં રૂપિયા ભર્યા. બુકિંગ માટે લગભગ 250થી વધુ લોકોએ રૂપિયા ભર્યા હતા. પરંતુ તમામના રૂપિયા લઈ પ્રિવિલોન ગ્રુપે પ્રોજેક્ટ રદ કરી નાંખ્યો અને પ્રોજેક્ટ રદ કર્યાની કોઈ જાહેરાત પણ ન કરી. તેના કારણે હવે લોકોને નતો ઘર મળ્યું છે, નતો ભરેલા રૂપિયા પરત મળી રહ્યા છે. તેના જ કારણે લોકો પોલીસ મથકમાં પહોંચ્યા છે.


શું બની ઘટના?
બુકિંગ માટે લગભગ 250થી વધુ લોકોએ રૂપિયા ભર્યા
તમામના રૂપિયા લઈ પ્રિવિલોન ગ્રુપે પ્રોજેક્ટ રદ કરી નાંખ્યો
પ્રોજેક્ટ રદ કર્યાની કોઈ જાહેરાત પણ ન કરી
લોકોને નતો ઘર મળ્યું, નતો ભરેલા રૂપિયા પરત મળ્યા


આ પણ વાંચોઃ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ! તારીખો સાથે જાણો આગાહી


ઘર વિહોણા લોકોએ જ્યારે પોતાના ઘર માટે બુકિંગ કરાવ્યું અને રૂપિયા ભર્યા ત્યારે પ્રિવિલોન બિલ્ડર ગ્રુપ હતું...પરંતુ હવે ગ્રાહકોને એવી જાણકારી મળી છે કે આ પ્રોજેક્ટ કોઈ અન્ય ગ્રુપ કરી રહ્યું છે...દિવાળી પછી પ્રિવિલોન ગ્રુપની અસલિયત બહાર આવી છે...


પ્રિવિલોન બિલ્ડર ગ્રુપની છેતરામણી સ્કીમમાં છેતરાયેલા લોકો હાલ માત્ર એક જ માગ કરી રહ્યા છે કે અમારા રૂપિયા અમને પરત આપો....આ મામલે અમે જ્યારે ઉઠામણું કરનારા બિલ્ડર ગ્રુપનો પણ સંપર્ક સાધ્યો...પરંતુ તેમણે મીડિયાના કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો...ત્યારે મામલો હવે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે....


દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય...અને આ ઘર કરવા માટે લોકો પોતાની આખી જિંદગી ખરચી નાંખતા હોય છે. પરંતુ જ્યારે જીવનભરની મુડી ખરચીએ અને આવા છેતરનારા બિલ્ડરો છેતરી જાય ત્યારે એ લોકો પર શું વીતે તે સમજી શકાય છે...જોવું રહ્યું કે પોલીસ અને તંત્ર ક્યારે તમામ લોકોને તેમના રૂપિયા પરત અપાવે છે?