• ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોનું ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા

  • શેખ પરિવારનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું. એક માળના મકાનમાં ઉપરના ભાગે અનેક તિરાડો પડી હતી


ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં ફરીએકવાર જર્જરિત મકાન પડવાનો સિલસિલો યથાવત છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો મકાનના કાટમાળ નીચે દટાયા હતા. તમામને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળ આવેલી છે. પોળના રોડ પર શેખ પરિવારનું મકાન આવેલુ છે. આ મકાનમાં ઈરફાન પીરભાઈ શેખ પોતાના પરિવાર સાથે રહે છે. પરિવારનો સ્ટીમ પ્રેસનો વ્યવસાય છે. તેમનુ મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું. ત્યારે સોમવારની રાત્રે મકાનનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં ઈરફાન પીરભાઈ શેખ (39 વર્ષ), રેશમાં ઈરફાન શેખ (28 વર્ષ) અને પીરભાઈ રમજુભાઈ શેખ (70 વર્ષ ) કાટમાળ નીચે દબાયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોનું ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. 



શેખ પરિવારનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું. એક માળના મકાનમાં ઉપરના ભાગે અનેક તિરાડો પડી હતી. તેમજ ધાબા પર પણ લીકેજ હોવાથી વરસાદમાં પાણી ન પડે એના માટે પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું હતું. મકાનની વચ્ચેનો ભાગ નબળો પડી ગયો હતો. તેથી તે સૌથી પહેલા પડ્યો હતો.