• તંત્ર દ્વારા બે વર્ષ પહેલા જ આ જર્જરિત બિલ્ડીંગને ઉતારી પાડવા નોટિસ આપવામાં આવી હતી.

  • શું આવા જવાબદાર બિલ્ડર સામે શુ કાર્યવાહી થશે તે જોવું રહ્યું


ચેતન પટેલ/સુરત :મુંબઈની ઈમારત તૂટી પડવાનો બનાવ હજી તાજો છે, ત્યાં સુરતમાં એક ઈમારત તૂટી પડવાથી ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. સુરતના રાંદેર વિસ્તારની આ ઘટના છે. જેમાં વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ જર્જરિત નિરંજના એપાર્ટમેન્ટનો એક ભાગ ધરાશયી થયો હતો. જેમાં બિલ્ડીંગ નીચે સૂતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. 


આ પણ વાંચો : હિંમતનગર સિવિલમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે જગ્યા નથી, બાટલા ખૂટવા લાગ્યા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના રાંદેર વિસ્તારમાં નિરંજના એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં છે. ત્યારે તંત્ર દ્વારા વર્ષ 2011 માં બિલ્ડીંગને ઉતારી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેના બાદ વર્ષ 2019 માં બિલ્ડીંગ સીલ કરાઈ હતી. ત્યારે હવે ઘટના બાદ જવાબદારો અને બિલ્ડર સામે ફરિયાદ નોંધવામાં આવશે. આખેઆખી બિલ્ડીંગ ઉતારી લેવા બિલ્ડરને સૂચના અપાઈ હતી. તેમ છતા જવાબદાર બિલ્ડર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. તેથી આજે વહેલી સવારે અચાનક એપાર્ટમેનટનો એક ભાર ધરાશાયી થયો હતો. જેમાં એપાર્ટમેન્ટ નીચે સૂઈ રહેલા ત્રણ મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. 


આ પણ વાંચો : મૃત બાળકીની તસવીર સામે કીર્તિદાન ગઢવીએ ‘લાડકી’ ગીત ગાતા જ આખો પરિવાર ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો હતો


આ ઘટના બાદ તાત્કાલિક પહોંચેલી ફાયર વિભાગની ટીમે ત્રણેય મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. ત્રણેય ઈજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. પરંતુ ત્રણેય મજૂરોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ ઘટના બાદ જવાબદાર બિલ્ડર સામે પોલીસ ફરિયાદ થશે તેવો મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ આદેશ આપ્યો છે. 


સવાલ એ છે કે, શું બિલ્ડરો તંત્રનો આદેશ ઘોળીને પી જાય છે. સૂચનાના બે વર્ષ છતા પણ બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટને તોડી પાડવામાં આવ્યું ન હતું. ત્યારે શું આવા જવાબદાર બિલ્ડર સામે શુ કાર્યવાહી થશે તે જોવું રહ્યું.


આ પણ વાંચો : આજે ભાવનગર પહોંચશે ‘ગ્રેટ ઓલ્ડ લેડી’ INS વિરાટ, બે મહિના ભંગાણ કામ ચાલશે