કોરોનાને આગળ વધતો અટકાવવા પાલડી વિસ્તારનું એપાર્ટમેન્ટ કરાયું ક્લસ્ટર કોરેન્ટાઈન, વિગતો જાણવા કરો ક્લિક
અમદાવાદ શહેરની વાત કરીએ તો કોટ વિસ્તારમાં દર્દીઓની સંખ્યા વધતા બફર ઝોન જાહેર કરાયો છે ત્યારે ગઈકાલે તંત્ર દ્વારા વાડજના કિરણ પાર્ક વિસ્તારને પણ કલસ્ટર કોરેન્ટાઇન જાહેર કરાયો છે.
આશ્કા જાની, અમદાવાદ : કોરોનાના કેસ માં દિવસે દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે AMCએ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા નીલમ એપાર્ટમેન્ટને ક્લસ્ટર કોરેન્ટાઇન કર્યું છે. આ એપાર્ટમેન્ટમાં રહેતી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા AMCએ આ નિર્ણય લીધો છે અને તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ AMC તરફથી પહોંચાડવામાં આવી રહી છે.
રાજ્યમાં કોરોના મહામારીનો કહેર વધતો જોવા મળી રહ્યો છે જેને લઇને તંત્ર વધારેને વધારે સતર્ક સાબિત થઈ રહ્યું છે. હાલમાં તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ઘરેઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો કોટ વિસ્તારમાં દર્દીઓની સંખ્યા વધતા બફર ઝોન જાહેર કરાયો છે ત્યારે ગઈકાલે તંત્ર દ્વારા વાડજના કિરણ પાર્ક વિસ્તારને પણ કલસ્ટર ક્વોરેન્ટાઇન જાહેર કરાયો છે. વાડજના કિરણ પાર્કને કલસ્ટર કોરેન્ટાઇન જાહેર કરવામાં આવતાં તંત્ર દ્વારા જે નિયમો જાહેર કરવામાં આવ્યાં છે તેનું પાલન સ્થાનિક લોકોએ કરવું પડશે. કલસ્ટર કોરેન્ટાઇન કરાતાં સ્થાનિકોની અવરજવર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે ત્યારે બીજી તરફ લોકોમાં પણ જાગૃતતાનો ભંગ થયેલો જોવા મળી રહ્યો છે. હાલમાં અમદાવાદના માધુપુરા વિસ્તારની તસવીરો સામે આવી છે જેમાં લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ઉમટી પડ્યા છે. તેમણે માસ્ક પણ નથી પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ નથી જાળવી રહ્યા. આવા જ કારણોસર કાલુપુર માર્કેટ બંધ કરવામાં આવ્યું છે અને આ જ રીતે મધુપુરા માર્કેટ બંધ કરવામાં આવે તો નવાઈ નથી. અહીં લોકોની બેદરકારીના કારણે શહેરમાં કેસનો વધારો થતો જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube