બુલેટ ટ્રેનને લઈને મોટા અપડેટ, બસ આ વર્ષથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થઈ જશે
Bullet Train in India: મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર મોટા અપડેટ સામે આવ્યા છે. આ ટ્રેન સામાન્ય નાગરિકો માટે 2027 માં શરૂ થવાની શક્યતા છે. તેના એક વર્ષ પહેલા રુટ પર તેનુ ટ્રાયલ શરૂ થઈ જશે
Bullet Train in India :મુંબઈ-અમદાવાદની વચ્ચે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) અંગે મોટા અપડેટ સામે આવ્યા છે. આ રુટ પર બુલેટ ટ્રેન 2027 થી સામાન્ય લોકો માટે દોડવાની શરૂ કરશે. તેનું પહેલુ ટ્રાયલ વર્ષ 2026 માં થશે. આ ઉપરાંત ભારતના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાનની હાઈસ્પીડ ટ્રેન શિંકાનસેન (ભારતમાં બૂલેટ ટ્રેન) ને ભારતીય પરિસ્થિતિઓના હિસાબે ઢાળવામાં આવશે.
ભારતના હિસાબે ટ્રેનમાં બદલાવ કરાશે
શિકાંનસેન ટ્રેનમા બદલાવ કરીને આ બુલેટ ટ્રેન પરિયોજના (Mumbai Ahmedabad Bullet Train) માટે મોકલવામા આવશે. ભારતનું તાપમાન, ધૂળ અને ભારના હિસાબે આ ટ્રેનમાં બદલાવ કરવામા આવી રહ્યાં છે. ખબર મુજબ, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના ડાયરેક્ટર સતીષ અગ્નિહોત્રીએ જણાવ્યુ કે, આ પરિયોજના 2027 માં સુરત બિલિમોરાની વચ્ચે 48 કિલોમીટરના ખંડને પૂરા કરવા માટે તૈયાર છે.
એક વર્ષ પહેલા થશે ટ્રાયલ
પ્રોજેક્ટની પહેલી ટ્રાયલ એક વર્ષ પહેલા કરવામાં આવશે. જોકે, આ પરિયોજના મહારાષ્ટ્રમાં ભૂમિ અધિગ્રહણના મુદ્દાઓને કારણે અટકી પડી છે. સતીષ અગ્નિહોત્રીએ કહ્યું કે, આપણને હાલ જાપાનમાં ચાલી રહેલા ઈ5 શિકાંનસેન સીરિઝની ટ્રેન મળવાની છે. ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી પહેલા આવનારી ઈ5 સીરિઝ ટ્રેન હિટાચી અને કાવાસાકી હેવી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નિર્મિત જાપાની શિકાંનસેન હાઈસ્પીડ ટ્રેનનો જ એક પ્રકાર છે.
320 કિમી પ્રતિ કલાકની સ્પીડ
આ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ગતિતી દોડવાની ક્ષમતા ધરાવે છે અને 3.35 મીટર પહોળી છે. આ પ્રકારની ટ્રેનોમાં સૌથી પહોળી ટ્રેન માત્ર ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં જ ઉપલબ્ધ છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર, જાપાની કંપની ભારતીય વાતાવરણ મુજબ તેને ઢાળવાનો પ્રયાસ કરી રહી છે. જેમ કે, તે ભારતીય વજન ઢાળવામાં સક્ષમ હોય. કેમ કે, જાપાનીઓનું વજન ઓછું હોય છે.
બે કલાકમાં કાપશે 508 કિમીનું અંતર
ભારતમાં બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડવાની આશા છે. જેનાથી તે 508 કિલોમીટરનું અંતર લગભગ બે કલાકમાં પુરુ કરી લેશે. તેની સરખામણીમાં હાલ આ અંતર કાપવામાં ભારતીય ટ્રેનોને 7 કલાકનો સમય લાગે છે. જ્યારે કે, વિમાન લગભગ એક કલાકમાં પહોંચાડી દે છે.