Loksabha Election 2024 : ગુજરાત લોકસભાની ચૂંટણીના મતદાન શરૂ થયાને બરાબર અઢી કલાક પૂરા થયા છે. ક્ષત્રિય આંદોલનની અસર લોકસભાની ચૂંટણીના મતદાન પર કેટલી થશે તે સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે, ત્યારે અઢી કલાકમાં કેટલું મતદાન થયું છે તે જાણવામાં સૌને રસ છે. આવામાં ચૂંટણી પંચ દ્વારા આંકડા જાહેર કરવામા આવ્યા છે. ગુજરાતની 25 બેઠક પર ચાલી રહેલા મતદાનમાં પહેલા બે કલાકમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયું છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ 12.28% અને અમદાવાદ પશ્ચિમમાં સૌથી ઓછું 7.23% મતદાન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટાચૂંટણીમાં કેટલું મતદાન થયું
આજે લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યની 5 વિધાનસભા માટેની પેટા ચૂંટણીમાં 9 વાગ્યા સુધીમાં 8.72 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 9.73 ટકા ખંભાતમાં મતદાન થયું છે. તો પોરબંદરમાં સૌથી ઓછું 7.08 ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો વીજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા પર પણ લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાઈ રહી છે.


જાણો સીટ વાઈઝ વોટિંગ


[[{"fid":"551060","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"election_2hours_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"election_2hours_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"election_2hours_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"election_2hours_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"election_2hours_zee.jpg","title":"election_2hours_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ચૂટણી પંચના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ માહિતી આપતા જણાવ્યું કે, આજે 18 જેટલી ફરિયાદો ચૂંટણી પંચને મળી છે. ઇવીએમ અને મતદારના નામ નહિ હોવાની ફરીયાદો મળી છે. જૂનાગઢમાં મતદાનની ગુપ્તતા નહિ જળવાઈ હોવાની ફરિયાદ ચૂંટણી પંચને મળી છે. ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાત નાં ૫૦ હજાર બૂથ પૈકી ૨૫ હજાર બૂથ પર વેબ કાસ્ટિંગ થઈ રહ્યું છે. રાજ્ય કક્ષાની જેમ જિલ્લા કક્ષાએ મોનિટરિંગ થઈ રહ્યું છે. સુપર વાઈઝર મોનિટરિંગ થાય છે. બૂથ ત્રુટી જણાય તો ચૂંટણી પંચને જાણ કરાય છે. કેમેરાની ડાયરેક્શન ના ચાલવું. કે ઓફલાઈન હોય તે બાબતે જાણ ફરિયાદ આવી છે. બહુ ભીડ થાય અવ્યવસ્થા થાય તો તેને રીપોર્ટ કરવામાં આવે છે. ફરિયાદ શાખામાં ૧૮ ફરિયાદો મળી છે. નાની મોટી ઈવીએમ ખોટકાવાની નામ નહી હોવાની ફરિયાદ થઈ છે. કોઈ વ્યક્તિએ જૂનાગઢમાં મતદાન કરી ફોટો વાયરસ કર્યો છે, જેની ફરિયાદ મળી છે.


ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાનના મોટા અપડેટ : મતદાનના બે કલાક પૂરા, EVM ખોટકાયા


ક્ષત્રિયોના ગઢ જામનગરમાં પણ બમ્પર વોટિંગ
૧૨-જામનગર લોકસભા બેઠક પર પ્રથમ બે કલાકમાં (સવારના ૭થી૯) વાગ્યા સુધીમાં કુલ ૮.૫૫% મતદાન થયું છે. ૧૨-જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકનું મળીને સવારના ૭ વાગ્યાથી ૯ વાગ્યા સુધી પ્રથમ બે કલાકમાં કુલ ૮.૫૫% મતદાન નોંધાયું છે. વિધાનસભા મત વિસ્તાર દીઠ જેમાં ૭૬-કાલાવડમાં ૧૧.૮૬%, ૭૭- જમનગર ગ્રામ્યમાં ૯.૬૦%, ૭૮- જામનગર ઉત્તરમાં ૮.૧૨%, ૭૯-જામનગર દક્ષિણમાં ૭.૪૯%, ૮૦-જામજોધપુરમાં ૯.૭૪%, ૮૧-ખંભાળીયામાં ૭.૭૫% અને ૮૨-દ્વારકામાં ૬.૧૭% મતદાન નોંધાયું છે.


PM મોદીએ અમદાવાદની શાળામાં કર્યું મતદાન, ગુજરાતની જનતાને આપ્યો ખાસ સંદેશ


મતદાન બુથ પર નજર
લોકસભા ચૂંટણીના તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. રાજ્યના 24,893 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરાઈ રહ્યું છે. ગાંધીનગર ના વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર વેબકાસ્ટિંગ દ્વારા મતદાન મથકોની સમીક્ષા થઈ રહી છે. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા વેબકાસ્ટિંગ સેન્ટરની મુલાકાત લેવાઈ.


ક્ષત્રિય આંદોલનની અસર નહિ જોવા મળે
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મતદાન કરીને કહ્યું હતું કે, દેશમાં વિકાસનો મુદ્દો ચાલ્યો છે. ક્ષત્રિય સમાજના આંદોલનની અસર મતદાન પર નહિ જોવા મળે. પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતા મુદ્દો પૂરો થયો છે. અમને 70 ટકા મતદાનની આશા વ્યક્ત કરી છે. 


ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો, દરિયો ઉછળ્યો