• બસમાં 100 થી વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. આવામાં ગોધરા પાસે બસે કાબૂ ગુમાવ્યો હતો, અને બસ પલટી ગઈ હતી. 

  • કોરોના સંક્રમણ ન વધે તે માટે બસમાં માત્ર 60 ટકા મુસાફરો ભરવાની જ મંજૂરી આપવામાં આવી છે


જયેન્દ્ર ભોઈ/ગોધરા :ગોધરા પરવડી ચોકડી નજીક લકઝરી બસ પલ્ટી જવાનો બનાવ બન્યો હતો. જેમાં 35 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. મજૂરીકામે નીકળેલા મજૂરોની રસ્તામાં કાળ મળ્યો હતો. જોકે, સમગ્ર અકસ્માતમાં બસ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી હતી. બસમાં ઘેંટાબકરાની જેમ 100 થી વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, લોકડાઉનને પગલે અનેક પરપ્રાંતિય મજૂરો પોતાના વતને જતા રહ્યા હતા. પરંતુ હવે ધીરે ધીરે માર્કેટ ખૂલતા આ શ્રમિકો કામની આશાએ ગુજરાતમાં પરત ફરી રહ્યાં છે. ત્યારે ગઈકાલે ઉત્તર પ્રદેશથી કેટલાક મજૂરો સુરત તરફ ફરી રહ્યા હતા. મજૂરો એક બસમાં સવાર હતા. પરંતુ બસમાં મંજૂરી કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. બસમાં 100 થી વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. આવામાં ગોધરા પાસે બસે કાબૂ ગુમાવ્યો હતો, અને બસ પલટી ગઈ હતી. 


આ પણ વાંચો : કરોડપતિથી રોડપતિ બન્યા અનિલ અંબાણી, પત્નીના ઘરેણા વેચીને વકીલની ફી આપી


આ અકસ્માતમાં 35 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવી છે. કોરોના સંક્રમણ ન વધે તે માટે બસમાં માત્ર 60 ટકા મુસાફરો ભરવાની જ મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવામાં બસ સંચાલકો પોતાનો નફો રળી લેવા માટે મુસાફરોનો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે.   


આ પણ વાંચો : ઈડરના બજારમાં સ્વંયભૂ લોકડાઉન, રીક્ષા ફેરવીને માઈક પર કરાઈ બજાર બંધની જાહેરાત