અડધી રાત્રે ST બસ બંધ પડતા 6 કલાક મુસાફરો રઝળ્યા, પણ ડેપોમાંથી કોઈ મદદ ન મળી
એક તરફ સરકાર અન્ય ખાનગી વાહનો કરતાં એસટી બસમાં મુસાફરી કરવી વધુ સલામત હોવાના દાવા કરે છે. એસટી અમારી સલામત સવારી જેવા નારા આપવામાં આવે છે. પરંતુ અડધી રાત્રે જો કોઈ જગ્યાએ એસટી બસ બંધ થઈ જાય તો કોઈ જવાબ નથી આપતું. જી હાં આ ઘટના બની છે મોરબીમાં સુરજબારી પુલ નજીક...
હિમાંશુ ભટ્ટ/મોરબી :એક તરફ સરકાર અન્ય ખાનગી વાહનો કરતાં એસટી બસમાં મુસાફરી કરવી વધુ સલામત હોવાના દાવા કરે છે. એસટી અમારી સલામત સવારી જેવા નારા આપવામાં આવે છે. પરંતુ અડધી રાત્રે જો કોઈ જગ્યાએ એસટી બસ બંધ થઈ જાય તો કોઈ જવાબ નથી આપતું. જી હાં આ ઘટના બની છે મોરબીમાં સુરજબારી પુલ નજીક...
MLAની લાત ખાનાર મહિલાને મળી ધમકી, ‘જો થવાણીની ખુરશીને કંઈ થયુ તો તારા ઘરને ઉડાવી દઈશું’
માંડવીથી રાજકોટ તરફ જઈ રહેલી એસટી બસ મોડી રાત્રે આશરે 2 વાગ્યા આસપાસ બંધ થઈ ગઈ હતી. કોઈ ખામીને કારણે બસ બંધ પડી ગઈ. જેને લઈને મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એક-બે કલાક નહિ, પરંતુ છ-છ કલાક સુધી મુસાફરોએ હાઈવે પર સમય વીતાવવો પડ્યો હતો. મુસાફરોએ માંડવી, ભૂજ અને ભચાઉના ડેપો મેનેજરનો સંપર્ક કર્યો હતો, પરંતુ તમામ ડેપો મેનેજરનો ફોન નંબર સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ડેપો મેનેજરો કદાચ મોબાઈલ સ્વીચ ઓફ કરીને પોતાના ઘરે એસીમાં મીઠી ઊંઘ માણી રહ્યા હશે. સવારે સાત વાગ્યા સુધી અન્ય બસની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી. જેને લઈને મુસાફરોની ઊંઘ તો બગડી જ સાથે સમય પણ બગડ્યો.
અમદાવાદ : ઝઘડો કરી રહેલા શખ્સની પાઈપ 20 દિવસની બાળકીને વાગી જતા થયું મોત
ડ્રાઈવર અને કન્ડક્ટરે પણ કોઈ વ્યવસ્થા કરાવવાને બદલે હાથ ઊંચા કરી લીધા હતા. ત્યારે સવાલ એ છે કે આવી રીતે કોઈ સૂમસામ જગ્યા પર બસ બંધ થઈ જાય તો જવાબદારી કોની? અને મુસાફરોનો જે સમય બગડ્યો તેનું શું? શું આવી રીતે જ ચાલતી રહેશે સરકારી વિભાગોની બસો...? મેગા સિટીમાં એસીવાળી અને સ્લીપર કોચ શરૂ કરનાર એસટી વિભાગ શું એટલી વ્યવસ્થા પણ નથી કરી શકતું કે રોડ પર અડધી રાત્રે બસ અટવાઈ જાય તો તેની જગ્યાએ નવી બસ મોકલી શકે ?