રાજકોટઃ જેતપુરના પીઠડીયા ટોલ ટેક્સ પાસે એક વેપારીએ કારમાં આપઘાત કરી લીધો છે. કારમાથી વેપારીનો મૃતદેહ મળી આવ્યો છે. કારની પાસેથી ઝેરી દવાની બોટલ પણ મળી આપી હતી. આ વેપારીનું નામ સંજય જાગાણી હોવાનું સામે આવ્યું છે. જેતપુરમાં આ વેપારી કરિયાણાની દુકાન ચલાવે છે. મૃતક વેપારી પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. દેવુ વધી જવાને કારણે આત્મહત્યા કરી હોય તેમ સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની જાણ થતાં જેતપુરના ASP સહિત વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સાથે પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. 


જુઓ LIVE TV :