Check Return Case: પાટણમાં ચેક બાઉન્સ થતાં 6 મહિનાની કેદની સજા અને 1.40 લાખનો દંડ
પાટણની એક જ્યુડીસીયલ કોર્ટે એક આરોપીને ચેક બાઉન્સ કેસમાં કસુંરવાર ઠેરવીને છ માસની સાદી કેદની સજા તથા રૂા. 1,40,000 દંડ ભરવાનો આદેશ કર્યો હતો. જો આરોપી દંડ ભરે તો તેમાંથી વળતર તરીકે ફરીયાદીને રૂા. 1,30,000 આપવાનો આદેશ કર્યો હતો.
પ્રેમલ ત્રિવેદી, પાટણઃ આર્થિક વ્યવહારોમાં ચુક એ ગુનો બને છે. ત્યારે બેંકો હવે આ મામલે વધારે સતર્ક થઈ ગઈ છે. અને વધારે કડકાઈથી કામ લેવામાં આવી રહ્યું છે. જેને કારણે સરકારી તંત્ર પણ વધારે ગંભીરતાથી આ મુદ્દાઓની લઈ રહ્યું છે. ત્યારે આવો જ એક કિસ્સો પાટણ જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને ચેક બાઉન્સના કેસમાં 6 મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે.
પાટણની એક જ્યુડીસીયલ કોર્ટે એક આરોપીને ચેક બાઉન્સ કેસમાં કસુંરવાર ઠેરવીને છ માસની સાદી કેદની સજા તથા રૂા. 1,40,000 દંડ ભરવાનો આદેશ કર્યો હતો. જો આરોપી દંડ ભરે તો તેમાંથી વળતર તરીકે ફરીયાદીને રૂા. 1,30,000 આપવાનો આદેશ કર્યો હતો.
આરોપીએ દંડની રૂા. 1,40,000ની રકમમાંથી રૂા.10,000 દંડ ભરવો અને બાકીની રૂા.1,30,000 રકમ કોર્ટમાં જમા કરાવવી ને આ રકમ જમા થાય તો ફરીયાદીને વળતર આપવાનો આદેશ પાટણનાં મેજિસ્ટ્રેટ યુ.એસ. કાલાણીએ કર્યો હતો.
આ કેસની વિગતો એવી છે કે, પાટણની યુનિવિર્સિટીમાં નોકરી કરતા બાદલ કોઠારીએ સિધ્ધપુરનાં સમોડાનાં સફવાન માંકણોજિવાને રૂા.1.30 લાખની રકમ 2017 માં આપેલી જે અંગેનો એવેજનો ચેક આપતાં તે ચેક ભરતાં તે પાછો ફરતા ફરી બાદલ કોઠારીએ પોતાનાં વકીલ યુસુફ શેખ મારફતે નોટીસ આપીને બાદમાં પાટણ કોર્ટમાં નેગોસિયેલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ફરીયાદ કરી હતી. જેની સુનાવણી થતાં કોર્ટે બંને પક્ષોની રજુઆતો સાંભળી કોર્ટે આરોપીને ઉપરોક્ત 6 માસની સાદી કેદની સજાની ફટકારી હતી. સજાની સુનાવણી વખતે આરોપી કોર્ટમાં હાજર નહોતા.