Gautam Adani: ગુજરાતના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપ વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ બનાવી રહ્યું છે. આ પ્લાન્ટ ગુજરાતના મુન્દ્રામાં બનાવવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્લાન્ટ ભારતની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં અને ઊર્જા ફેરફારમાં મદદ કરશે. આ બાબતની જાણકારી ધરાવતા બે સૂત્રોએ જણાવ્યું હતું કે 1.2 બિલિયન યુએસ ડોલરના રોકાણ સાથે બનાવવામાં આવેલ આ પ્લાન્ટ માર્ચના અંત સુધીમાં પ્રથમ તબક્કાનું સંચાલન શરૂ કરશે. તેમણે માહિતી આપી હતી કે પ્લાન્ટ 1 મિલિયન ટનની ક્ષમતા સાથે માર્ચ 2029 સુધીમાં સંપૂર્ણ પાયે કામગીરી શરૂ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત ઝડપથી વધારી રહ્યું છે ઉત્પાદન
ચીન અને અન્ય દેશોની જેમ ભારત પણ તાંબાનું ઉત્પાદન ઝડપથી વધારી રહ્યું છે, જે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવા માટે મહત્વની ધાતુ છે. ઈલેક્ટ્રિક વાહનો (EVs), ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ફોટોવોલ્ટેઈક (PV), પવન ઉર્જા અને બેટરી જેવી ઉર્જા સંક્રમણ માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓને તાંબાની જરૂર પડે છે.


અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ (KCL) બે તબક્કામાં 10 લાખ ટન વાર્ષિક ક્ષમતાનો કોપર રિફાઇનરી પ્રોજેક્ટ સ્થાપી રહી છે. પ્રથમ તબક્કામાં વાર્ષિક પાંચ લાખ ટનની ક્ષમતાનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ માટે KCLએ જૂન 2022માં ધિરાણ મેળવ્યું હતું.


દેશમાં આટલો છે તાંબાનો ઉપયોગ
સૂત્રોએ જણાવ્યું હતું કે, "અદાણી ગ્રૂપ સંસાધનોના વ્યવસાય, લોજિસ્ટિક્સ, રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેની મજબૂત સ્થિતિનો લાભ લઈને તાંબાના વ્યવસાયમાં વૈશ્વિક અગ્રણી બનવા માંગે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં પ્રતિ વ્યક્તિ તાંબાનો વપરાશ લગભગ 600 ગ્રામ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 3.2 કિલો છે.