રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં આવતી ફ્લાઇટમાં દારૂ પીનારા એક જાણીતા બિઝનેસમેનની ધરપકડ કરવામાં આવી છે. ઓઈલનો બિઝનેસ કરતા રાકેશકુમાર રાઠોડની હરણી પોલીસે એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. જાણવા મળી રહ્યં છે કે રાકેશકુમાર ગોવા ફરવા ગયા અને ત્યાંથી વળતી વેળાએ વધેલો દારૂ કોલ્ડ્રિંક્સની બોટલમાં ભર્યો હતો. હરણી એરપોર્ટમાંથી બહાર નીકળતા સમયે પોલીસે તેમણે પકડી પાડયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈથી વડોદરા આવી રહેલી ઈન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઈટમાં દારૂ ગટગટાવનાર યાત્રીને હરણી એરપોર્ટથી બહાર નીકળતી વખતે પોલીસે ઝડપી પાડ્યો હતો. ગોરવા સમતા વિસ્તારના યાત્રીની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.


શહેરમાં વેસ્ટ ઓઈલનો બિઝનેલ કરતા રાકેશકુમાર રામકરણ રાઠોડ (ઉ.વ.47) (રહે. સરદાર પટેલ હાઈટ્સ, સમતા ગ્રાઉન્ડ પાસે, ગોરવા) તેના બીજા 3 મિત્રો સાથે બે દિવસ પૂર્વ ગોવા ફરવા માટે ગયો હતો. ગઈકાલ મંગળવારે ગોવાથી બાય ફ્લાઈટ મુંબઈ આવ્યા હતા અને મુંબઈથી વડોદરા આવતી ઈન્ડિગોમાં યાત્રા શરૂ કરી હતી. ગોવાથી નીકળતી વખતે બચેલા દારૂના 2 પેગ કોલ્ડ્રક્સની બોટલમાં ભર્યા હતા અને વડોદરા આવતી વખતે રાકેશકુમાર ફ્લાઈટમાં ગટગટાવી નાંખ્યા હતા ત્યારે ક્રૂ મેમ્બર જોઈ ગઈ હતી. રાકેશ સાથે આવેલા ચારેય જણાંએ શરાબનો નશો કર્યો છે તેવું માનીને ચારે જણાંને પીધેલા જાહેર કર્યા હતા.


બીજી તરફ પોલીસ કંટ્રોલ રૂમની વર્ધીના આધારે હરણી પોલીસની ટીમ મોડીરાત્રે એરપોર્ટ પહોંચી ગઈ હતી અને રાકેશકુમાર સહીત 4 મિત્રોના મેડીકલ ટેસ્ટ કર્યા હતા. ચાર પૈકી માત્ર રાકેશ કુમારે નશો કર્યો હોવાનું પોલીસે ફરિયાદમાં જાહેર કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube