વડોદરાના ઉદ્યોગપતિ ચિરાયુ અમીનને તથા સિન્ટેક્સ ટાંકીના સંચાલકને ઇડીએ ફટકારી નોટિસ
એલકોમ ફાર્માના ચિરાયુ અમનીની વિદેશી વ્હાઇટ ફિલ્ડ કેમટેક કંપનીએ ફેમાનો ભંગ કર્યો હોવાનું ઇડીની તપાસમાં સામે આવતા નોટિસ ફટકારવામાં આવી છે.
વડોદરા: વડોદરાના ઉદ્યોગપતિ ચિરાયુ અમીનને ઇડીએ સોકોઝ નોટિસ ફટકારી છે. એલકોમ ફાર્માના ચિરાયુ અમનીની વિદેશી વ્હાઇટ ફિલ્ડ કેમટેક કંપનીએ ફેમાનો ભંગ કર્યો હોવાનું ઇડીની તપાસમાં સામે આવતા નોટિસ ફટકારવામાં આવી છે. FEMAના ભંગ બદલ ઇડીએ ચિરાયુને નોટિસ ફટકારી છે. ત્યારે બીજી બાજુ અમદાવાદની સિન્ટેક્સ ટાંકીના સંચાલકને પણ ઇડી દ્વારા સોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
પનામાની લો ફર્મ મોસાક ફોન્સેકાના જે દસ્તાવેજો બહાર આવ્યાં હતાં તેમાં વડોદરાના અલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના પ્રમોટર ચિરાયુ અમીનનું નામ પણ છે. ચિરાયુ અમિને લંડનમાં પ્રોપર્ટી ખરીદવા માટે ટેક્સ હેવન દેશનો સહારો લીધો હતો. અને દસ્તાવેજો મુજબ ચિરાયુ અમીન અને તેમના પરિવારના અન્ય સભ્યો પત્ની મલિકા અમીન, ત્રણ પુત્રો પ્રણવ અમીન, શૌનક અમીન અને ઉદીત અમીન વ્હાઈટફિલ્ડ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ કંપનીના બેનીફિશીયરી તરીકે નોંધાયેલા છે. આ કંપની 1 ઓક્ટોબર 2015ના રોજ મોસાક ફોન્સેકા દ્વારા બ્રિટિશ વર્જિન આઈસલેન્ડમાં સ્થપાઇ હતી.