ઝી બ્યુરો/સુરત: સુરતમાં સળગતી કારમાં ચાલકનું નિપજ્યું છે.ટેક્સટાઇલ વેપારી ઘરે ભૂલી ગયેલ મોબાઈલ ફોન લેવા જઈ રહ્યો હતો.સચિન-મગદલ્લી રોડ પરથી પસાર થઈ રહેલા વેપારીની કારમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળતાં ચાલક કારમાં જ ભડથું થઈ ગયા હતા. કારમાં બ્લાસ્ટ બાદ આગ લાગતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને વેપારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં લોકો નજીક પહોંચી શક્યા નહોતા. ચાલક કારની અંદર જ ભડથું થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો,કોઈની રજૂઆત...', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ


સુરતનાં આભવા ગામમાં રહેતા ટેક્સટાઇલ વેપારી દીપક પટેલ ઘરેથી જમીને પોતાના કામ અર્થ નીકળ્યા હતા. ઘરે મોબાઈલ ફોન ભૂલી જતા તેવો સચિન મગદલ્લા ચોકડીથી કારમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. અચાનક કારમાં બ્લાસ્ટ થવાની સાથે આગ ફાટી નીકળી હતી. દીપકભાઈ કાર માંથી બહાર નીકળે તે પહેલાં જ આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લેતા તેઓ પોતાનો બચાવ કરી શક્યા ન હતા. 


ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..


કારની અંદર જ દીપક ભાઈ આગની ચપેટમાં આવી જતા મોત નિપજ્યું હતું. કારમાં આગ લાગી એ પેટ્રોલ કાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે કારમાં બ્લાસ્ટ કયા કારણસર થયો અને આગ કેવી રીતે લાગી એ અંગે હવે એફએસએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 


મૃતક દીપક પટેલનાના સંબંધી કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે પોતાના ઘરેથી જમીને પોતાના ધંધા અર્થ નીકળ્યા હતા. ટેક્સટાઇલનો બિઝનેસ હતો. અડાજણ વિસ્તારમાં મોટા ભાગે તેમનું કામ હોય છે. મને લાગે છે કે કોઈ જગ્યાએ ચા પીવા માટે ઊભા રહ્યા હશે. મોબાઈલ ઘરે ભૂલી જવાથી તેઓ મોબાઇલ લેવા માટે ઘરે પરત આવી રહ્યા હતા. 


અકસ્માતોનું નવુ સરનામું બન્યો ગુજરાતનો આ બ્રિજ; 4 વર્ષમા જ બેકાર બન્યો, દેખાયા સળિયા


મગદલ્લા ચોકડીથી બ્રિજની નીચેથી આભવા ગામ તરફ આવતા દુર્ઘટના બની છે. અમને લોકોને જાણ થવાની સાથે અમે ત્યાં ગયા તો ડેડબોડી આખી સળગી ગયેલી હતી. ઘટના કઈ રીતે બની તેનો કોઈ ખ્યાલ આવતો નથી. અમને એમ લાગી રહ્યું છે કે ગાડીમાં કોઈ બ્લાસ્ટ થયો હશે. જેના કારણે આગની ઘટના બની છે.