ભાવનગરમાં વેપારીએ કરી અનોખી પહેલ, ‘મેં ભી ચોકીદાર રસ ડેપો’
ચૂંટણીનો માહોલની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ‘મેં ભી ચોકીદાર રસ ડેપો’ એક નાગરિક દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
નીતિન ગોહેલ, ભાવનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવીત જાય છે. તેમ તેમ રાજકીય ગરમાવો વધતો જઇ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ આ વખતે ગુજરાતમાં લોકસભાની બેઠકો મેળવવા માટે દિવસ રાત એક કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં હાલ કોંગ્રેસ પાસે લોકસભાની એક પણ બેઠક નથી. ત્યારે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણીનો માહોલની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ‘મેં ભી ચોકીદાર રસ ડેપો’ એક નાગરિક દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: સુરતમાં પાટીદાર સમાજમાંથી ટિકિટ આપવા કરાઇ માગ
ચૂંટણીના મહોલની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ‘મેં ભી ચોકીદાર રસ ડેપો’ એક નાગરિક દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે અગાઉની ચૂંટણીમાં ‘વિકાસ’ શબ્દએ ભારે ચર્ચા જગાવી હતી. ત્યારે આ લોકસભા ચૂંટણીમાં ભાજપનું સ્લોગન ‘મેં ભી ચોકીદાર’ તેમાં ‘ચોકીદાર’ શબ્દ વધુ પ્રચલિત રહેશે તો નવાઇ નથી. તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ત્યારે ‘મેં ભી ચોકીદાર રસ ડેપો’ વિશે મહિલાઓ અને યુવાઓનું શું માનવું છે અને કેવા રહ્યાં મોદી સરકારના છેલ્લા પાંચ વર્ષના લેખા-જોખા અને લોકો શું ઇચ્છી રહ્યાં છે. આવનાર સરકાર પાસે તેમની શું અપેક્ષા છે.
લોકસભા ચૂંટણીના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
વડાપ્રધાન મોદીએ પોતાના નામની સાથે ચોકીદાર નરેન્દ્ર મોદી કરી નાખ્યું છે. તો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પણ પોતાના નામની આગળ ચોકીદરા અમિત શાહ કરી દીધું છે. અમિત શાહે લખ્યું કે જેમણે સ્વચ્છતાને સંસ્કાર બનાવ્યા તે ચોકીદાર છે. 2014માં કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરની ચાવડાની ટિપ્પણીને પણ આવી જ રીતે ભાજપે ચૂંટણીનો મુદ્દો બનાવી દીદો હતો. તો હવે રાહુલ ગાંધી દ્વારા ‘ચોકીદાર ચોર હે’નો ભાજપ આવી રીતે જવાબ આપી રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ ‘મેં ભી ચોકીદાર’નો વીડિયો જાહેર કરી ચોકીદાર અભિયાનની શરૂઆથ કરી હતી. તેમણે લખ્યું હતું કે, આપ કા ચોકીદાર રાષ્ટ્ર કી સેવામે મજબુતીથી ઉભો છે, પણ હું એકલો નથી.