રક્ષિત પંડ્યા/રાજકોટ :આર્થિક ભીંસથી કંટાળીને રાજકોટમાં એક આધેડે આત્મહત્યા (Suicide) કરી છે. રાજકોટ (Rajkot) ના સાધુ વાસવાણી રોડ પર આવેલ પંચેશ્વર એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી ઝંપલાવીને શખ્સે આત્મહત્યા કરી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાશે કે કેવી રીતે વેપારીએ ત્રીજા માળથી ઝંપલાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

120 રૂપિયામાં માતાપિતાએ બાળકીને પીવડાવ્યું મોત, સ્તનપાન કરીને સવારે બાળકી ઉઠી જ નહિ...


પ્રાપ્ત માહિતી અનુસાર, સાધુ વાસવાણી રોડ પર રહેતા પૂર્વેશ વસોયા ચા કોફી બનાવવાનું મશીન અને તેના મટીરિયલ્સનો બિઝનેસ કરે છે. ત્યારે આ વેપારી કોઈ કારણોસરા આર્થિક તંગીમાં આવી ગયા હતા. ત્યારે તેમણે આર્થિક ભીંસથી કંટાળીને જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું. તેઓએ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડતુ મૂકીને જિંદગી ટૂંકાવી હતી. ત્યારે તેમની આત્મહત્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ હવે આર્થિક ભીંસથી કંટાળીને આત્મહત્યા કર્યાના કિસ્સાઓ વધી રહ્યાઁ છે. જીવનથી હારી ગયા બાદ લોકો મોતનો રસ્તા અપનાવી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક