ઝી બ્યુરો/અમદાવાદ: રક્ષાબંધન એટલે ભાઈની રક્ષા માટે બહેન તેના હાથ પર રાખડી બાંધે છે. પરંતુ જેમ જેમ સમય બદલાયો એ રીતે રાખડી ફેશનેબલ મળવા લાગી અને આ વખતે બજારમાં મળી રહી છે ક્રિષ્ટલ રાખડી. જે રાખડી ધર્મ-કર્મ માટે ફાયદા કારક હોવાનું ટેરો રીડર જણાવી રહ્યા છે. શું છે ક્રિસ્ટલ રાખડી આવો જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેરો રીડર ક્રિસ્ટલ રાખડી
પહેલાના જમાનામાં લોકો યુદ્ધ લડતા, જેમાં ભાઈની રક્ષા થાય અને તે વિજયી બને તેના માટે બહેન ભાઈના હાથે રાખડી બાંધતી હતી. પરંતુ આજના જમાનામાં બોર્ડર સિવાય કોઇપણ સ્થળે યુદ્ધ થતા નથી. હવે જે યુદ્ધ કહી શકાય એ આર્થિક મોરચે, સામાજિક મોરચે, ધંધા કે રાજગાર વિષયક યુદ્ધ રૂપી સમસ્યા લોકોને સતાવતી હોય છે. જેમાં ફાયદો થાય તેના માટે થઈને ટેરો રીડર ક્રિસ્ટલ રાખડી બનાવી રહ્યા છે. જેથી ભાઈનું અગામી આખું વર્ષ સારું પસાર થાય.


ભાઈની જન્મ તારીખ અને નામ પ્રમાણે બનાવવામાં આવે છે રાખડી
ક્રિસ્ટલ રાખડી એટલે કે અલગ અલગ સ્ટોનમાંથી બનાવવામાં આવે છે. જેને અન્ય રાખડીની જેમ થોડા દિવસમાં કાઢવાની હોતી નથી, પરંતુ તે આખું વર્ષ પહેરી શકાય તેવી બનાવવામાં આવે છે. જે કોઈ બહેન પોતાના ભાઈ માટે રાખડી લેવા જતી હોય તે તેના ભાઈની જન્મ તારીખ અને નામ આપે એટલે તેના આધારે કઈ સમસ્યા આવનારા સમયમાં તેને નડવાની છે. જેના આધારે ક્રિસ્ટલ સેટ કરી રાખડી બનાવવામાં આવે છે. જેથી ભાઈનું આવનારું વર્ષ સુખમય રહે.


ક્રિસ્ટલ રાખડીની જોરદાર ડિમાન્ડ
આમ હાલના સંજોગોમાં લોકો અનેક મોરચે લડત લડતા હોય છે. તેમાં તેને સફળતા મળે અથવા તો આવનારી મુસીબત ઓછી થાય તે જરૂરી છે. જેના માટે થઈને હવે ટેરો રીડર ક્રિસ્ટલ રાખડી બનાવી રહ્યા છે. એટલે કે આજના ટ્રેન્ડ મુજબ બજારમાં હવે ક્રિસ્ટલ રાખડીની ડિમાન્ડ વધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube