ચેતન પટેલ/સુરત: શહેરના કાપોદ્રા અક્ષર ડાયમંડમાં કષ્ટભંજન એક્ષ્પોર્ટ નામે ખાતું ધરાવતા વેપારી પાસેથી રૂપિયા 1.37 કરોડના હીરાની ખરીદી કરી પેમેન્ટ ન કરનાર બે વેપારીઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ અમરેલીના અને વરાછા અશ્વનીકુમાર રોડ જળક્રાંતિ મેદાન સામે ચંદનબાગ સોસાયટીમાં રહેતા ધીરેનભાઈ ગાજીપરા હીરાના વેપારી છે. અને કાપોદ્રા અક્ષર ડાયમંડમાં ખાતા નંબર ૩૦૬માં કષ્ટભંજન એક્ષ્પોર્ટ નામે હીરાનું કારખાનું ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈના અને હાલ મોટાવરાછા ખાતે રહેતા વિજયભાઈ મેકડા અને મુંબઈના ક્ષિતિજભાઈ ભણશાલીની સાથે હીરાની લે-વેચને લઈને સંપર્ક થયો હતો. બાદ બંને હીરા વેપારીઓએ વિશ્વાસ વધારીને ધીરેનભાઈ પાસેથી જુદા જુદા પ્રકારના હીરાનું ખરીદી કરી હતી.


સુરત: પાસની ટીમે તાપી નદીના પટમાં ઝડપી દારૂની ભઠ્ઠી, પોલીસ પર ઉઠ્યા સવાલ


મુંબઈના વેપારીઓએ કુલ 381.64 કેરેટનાના જુદા-જુદા પ્રકારના હીરા ખરીદ્યા હતા. જેના પેટે ચુકવવાના કૂલ રૂપિયા 1 કરોડ 37 લાખ પેમેન્ટ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. જે વિશ્વાસ તોડી પેમેન્ટ ન કરીને આ વેપારીઓએ છેતરપીંડી કરી હતી. જે અંગે ધીરેનભાઈએ કાપોદ્રા પોલીસને ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શુર કરી છે.