માત્ર ગણતરીના દિવસોમાં જ સુરતને 100 કરોડથી વધુનો વેપાર મળ્યો! ગાર્મેન્ટ ઉદ્યોગે સ્પીડ પકડી, જાણો શું છે કારણ?
એશિયાની સૌથી મોટી કાપડ મંડી સુરતમાં આવેલી છે, જ્યાં દરરોજ 3 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. સુરતનું કાપડ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પહોંચે છે. અત્યાર સુધી સુરતમાંથી કાપડ લઈને વિશ્વની બ્રાન્ડેડ કંપનીઓ બાંગ્લાદેશ સહિત અન્ય દેશોમાં ગારમેન્ટિંગ કરાવતી હતી.
ઝી બ્યુરો/સુરત: બાંગ્લાદેશમાં અસ્થિરતાની સ્થિતિના કારણે હવે સુરતના કાપડ ઉદ્યોગને મોટો લાભ મળી રહ્યો છે. વિશ્વની મોટી 50 કરતાં વધુ મલ્ટીનેશનલ કંપનીઓના બાયિંગ હાઉસ સુરતના ઉદ્યોગકારોને સંપર્ક કરી રહ્યા છે. આના પાછળનું મુખ્ય કારણ છે બાંગ્લાદેશની અસ્થિર સ્થિતિ. આ કંપનીઓ હવે ગારમેન્ટિંગ કામ સુરતમાં કરાવવા માંગે છે. આ માટે એમઓયુ કરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે જેના કારણે માત્ર ગણતરીના દિવસોમાં જ સુરતને 100 કરોડ રૂપિયાથી પણ વધુનો વેપાર મળી ગયો છે.
સુતા પહેલા તુરંત પાણી પીવું હાનિકારક, જાણો રાત્રે સુતા પહેલા ક્યારે પાણી પીવું ?
એશિયાની સૌથી મોટી કાપડ મંડી સુરતમાં આવેલી છે, જ્યાં દરરોજ 3 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. સુરતનું કાપડ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પહોંચે છે. અત્યાર સુધી સુરતમાંથી કાપડ લઈને વિશ્વની બ્રાન્ડેડ કંપનીઓ બાંગ્લાદેશ સહિત અન્ય દેશોમાં ગારમેન્ટિંગ કરાવતી હતી. પરંતુ છેલ્લા થોડા મહિનામાં બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તે કારણે બ્રાન્ડેડ કંપનીઓ બાંગ્લાદેશને બદલે સુરતમાંથી કામ કરાવવા ઇચ્છે છે. અત્યારે સુધી વિશ્વની મોટી બ્રાન્ડેડ કંપની માટે સુરતનું કાપડ બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોમાં ગારમેન્ટિંગ માટે વપરાતું હતું. હવે વિશ્વની મોટી બ્રાન્ડેડ કંપનીઓ ગારમેન્ટિંગનું કામ પણ સુરતમાં જ કરાવવાની ઇચ્છા રાખે છે.
આ 5 છોડ તમારી બાલ્કનીમાં હશે તો, ડેન્ગ્યુવાળા મચ્છર આસપાસ પણ નહિ ભટકે
અત્યાર સુધી 100 કરોડ રૂપિયાનો વેપાર સુરતને મળી ગયો છે. આ કારણે સુરતમાં લાખો લોકોને રોજગારી મળવાની શક્યતાઓ ઊભી થઈ છે.બ્રાન્ડેડ કંપનીઓ બાંગ્લાદેશમાંથી પોતાનું સમગ્ર ગારમેન્ટિંગ વ્યવસાય સુરતમાં શિફ્ટ કરવા માટે વિવિધ એજન્સીઓનો સહારો લઈ રહી છે. 50થી વધુ મલ્ટીનેશનલ કંપનીઓના બાયિંગ હાઉસ હાલમાં સુરતના ઉદ્યોગકારો સાથે સંપર્કમાં છે. તેઓ સુરતના ઉદ્યોગકારોને પોતાનો કામનો પ્રકાર અને અપેક્ષાઓ વિશે જણાવી રહ્યા છે. બાંગ્લાદેશની પરિસ્થિતિને કારણે સુરતને એક સુવર્ણ તક મળી છે.સુરતના ઉદ્યોગકારો માનશે છે કે, જો તાત્કાલિક ગારમેન્ટિંગ માટે જગ્યા અને મશીનો મૂકવામાં આવશે, તો આવતા સમયમાં વેપાર 10 ગણો વધી શકે છે.
Breakup: બ્રેકઅપના ડિપ્રેશનમાંથી બહાર આવી મુવ ઓન કરવા ફોલો કરો આ 5 ટીપ્સ
મલ્ટીનેશનલ કંપનીઓના બાયિંગ હાઉસના લોકો સુરત આવી રહ્યા છે અને ત્યાં પોતાની જરૂરીયાતો મુજબ ચકાસણી કરી રહ્યા છે. જેના સાથે તેઓ કરાર પણ કરી રહ્યા છે.સુરતના ઉદ્યોગકાર સંજય સરાવગી તેમના સંપર્કમાં આવેલા ઉદ્યોગકારોમાંથી એક છે. તેમને તાજેતરમાં જ મોટો ઓર્ડર મળ્યો છે. તેમણે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મશીનો પણ લગાવવી શરૂ કરી છે. શરૂઆતમાં તેમણે 1000 મશીનો લગાવી છે, જે સ્ટીચિંગ, ફિનિશિંગ અને આયરનિંગનું કામ કરશે. એક મશીન પર પાંચ મજુર કામ કરે છે.
Ratna Shastra: આવનાર સંકટને પોતાના પર લઈ લે છે રત્નો, જાણો કયો રત્ન કેવા લાભ કરે ?
તેમણે તાજેતરમાં ટેક્સટાઇલ મંત્રી ગિરીરાજ સિંહ સાથે મળીને વિનંતી કરી છે કે 25000 સ્ટીચિંગ મશીનો લગાવવાનું આયોજન છે.સુરતને મળેલા આ અવસરને લઈ સંજય સરાવગી કહે છે કે સુરત સિન્થેટિક ફેબ્રિક માટે સૌથી મોટું હબ છે. અગાઉ અહીંથી જે કાપડ બાંગ્લાદેશમાં મોકલાતા હતા, તે હવે સુરતમાં જ ગારમેન્ટિંગ માટે વપરાશે. સુરતમાં ગારમેન્ટ ઉત્પાદન માટે મહાન તકો ઉપલબ્ધ છે.તેમણે વધુમાં ઉમેર્યું કે, ચીનની સ્થિતિ પણ સારી નથી. બાંગ્લાદેશમાં જે વાતાવરણ છે, તેનાથી તમામ કંપનીઓ ડરી ગઈ છે. ભારતમાં જે સ્થિરતાની સ્થિતિ છે, તે કંપનીઓ માટે વિશ્વાસ પેદા કરે છે. તેઓને લાગે છે કે સુરતમાં તમામ સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે, જેમાં પ્રોસેસિંગ અને ગારમેન્ટિંગનો સમાવેશ થાય છે.