ગુજરાતની ખાલી પડેલી 7 બેઠકોની પેટા ચૂંટણીની આજે થઈ શકે છે જાહેરાત
કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) આજે 12 કલાકે હરિયાણા (Haryana) અને મહારાષ્ટ્ર (Maharastra) વિધાનસભાની ચૂંટણી (VidhanSabha) ની તારીખોની જાહેરાત કરશે. તેની સાથે જ અન્ય રાજ્યોમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ (By Election) ની જાહેરાત પણ થશે. જેમાં ગુજરાત (Gujarat)ની 7 બેઠકોની પેટા ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની ખેરાલુ, અમરાઈવાડી, થરાદ, લુણાવાડા, મોરવાહડફ, રાધનપુર (Radhanpur)અને બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીઓની જાહેરાત થશે. જેમાં રાધનપુર સીટ ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાની જંગ જેવી છે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર :કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) આજે 12 કલાકે હરિયાણા (Haryana) અને મહારાષ્ટ્ર (Maharastra) વિધાનસભાની ચૂંટણી (VidhanSabha) ની તારીખોની જાહેરાત કરશે. તેની સાથે જ અન્ય રાજ્યોમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ (By Election) ની જાહેરાત પણ થશે. જેમાં ગુજરાત (Gujarat)ની 7 બેઠકોની પેટા ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની ખેરાલુ, અમરાઈવાડી, થરાદ, લુણાવાડા, મોરવાહડફ, રાધનપુર (Radhanpur)અને બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીઓની જાહેરાત થશે. જેમાં રાધનપુર સીટ ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાની જંગ જેવી છે.
જામનગર : ચકચારી બીટકોઈન કેસથી ચર્ચામાં આવેલ નિશા ગોંડલિયા પર મોડી રાત્રે હુમલો
ગુજરાતમાં રાધનપુર બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ છે. કારણકે કોંગ્રેસ છોડીને આવેલા અલ્પેશ ઠાકોર અહીંથી પેટાચૂંટણી લડવા તૈયારી કરી રહ્યા છે. આ બેઠક પર પહેલા કોંગ્રેસનો દબદબો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી ભાજપનું વર્ચસ્વ રહ્યું અને 2017માં અલ્પેશ ઠાકોરે આ બેઠક ફરી કોંગ્રેસને અપાવી હતી. જોકે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા હવે ભાજપ પાછું આ બેઠક જાળવવા માંગી રહ્યું છે. 7 માંથી 4 બેઠકો ભાજપ પાસે હતી. મોરવાહડફ બેઠક પર ભૂપેન્દ્ર ખાંટ અપક્ષ ચૂંટણી જીતીને કોંગ્રેસમાં જોડાયા હતા. તો રાધનપુર અને બાયડ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો જીત્યા હતા. ભાજપ હવે તમામ 7 બેઠકો જીતવા પર જોર લગાવી રહ્યું છે. તો બીજી તરફ, કોંગ્રેસ માટે પણ આ બેઠકો પર જીત મેળવવી મોટી ચેલેન્જ સમાન છે.
કરીનાની બર્થડેમાં જોવા મળ્યું 'KISS of Love', જુઓ Inside Photos અને Video
કઈ બેઠક કોની પાસે હતી અને કેમ ખાલી પડી
- અમરાઈવાડી - ભાજપ
આ બેઠક ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ સાંસદ બનતા ખાલી પડી છે.
- થરાદ - ભાજપ
આ બેઠક ભાજપના ધારાસભ્ય અને મંત્રી પરબત પટેલ સાંસદ બનતા ખાલી પડી છે
- ખેરાલુ- ભાજપ
આ બેઠક ભાજપના ધારાસભ્ય ભરતસિંહ ડાભી સાંસદ બનતા ખાલી પડી છે
- લુણાવાડા- ભાજપ
અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડ ભાજપમાં જોડાઈને સાંસદ બનતા ખાલી પડી છે.
- મોરવાહડફ- કોંગ્રેસ
અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટ કોંગ્રેસમાં જોડાયા હતા, પણ તેમનું જાતિનું સર્ટિફિકેટ રદ્દ થતા બેઠક ખાલી પડી છે.
- રાધનપુર- કોંગ્રેસ
કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી છે.
- બાયડ - કોંગ્રેસ
કોંગી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :