રવિ અગ્રવાલ/ વડોદરા: રાજ્યમાં કરજણ સહિત 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, કરજણ બેઠક જીતવા ભાજપ કોંગ્રેસ પ્રચાર શરૂ કરી દીધો છે. ZEE 24 કલાકની વોટ યાત્રા આજે કરજણ વિધાનસભા બેઠક પર પહોંચી. જ્યાં ચૂંટણીનો કેવો માહોલ છે, મતદારોનું શું માનવું છે, કરજણની શું છે સમસ્યા, ખેડૂતો કેટલા ખુશ છે તે જોવા જુવો અમારો આ વિશેષ અહેવાલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાની કરજણ વિધાનસભા બેઠક કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપતા ખાલી પડી છે, જેના પર 3 નવેમ્બરએ પેટાચૂંટણી માટે મતદાન થનાર છે. કરજણ વિધાનસભામાં 2.4 લાખ મતદારો છે. જેમાં 104834 પુરુષ મતદાર અને 99761 મહિલા મતદાર છે. કોરોના મહામારીમાં કરજણ વિધાનસભાની પેટચૂંટણીમાં માં 311 બુથ પર તંત્રએ મતદાન કરવાની વ્યવસ્થા કરી છે. કરજણ વિધાનસભા બેઠક પર પાટીદાર, ક્ષત્રિય અને મુસ્લિમ સમાજના મતદારોનું પ્રભુત્વ છે. જેના કારણે 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી.


આ પણ વાંચો:- પીસીબીના દરોડા, લક્ઝુરીયસ કારમાં સટ્ટો રમાડતા સટોડીયા ઝડપાયા


કોંગ્રેસના અક્ષય પટેલે ભાજપના સતીશ પટેલને માત્ર 3564 મતથી જ પરાજય આપી જીત મેળવી હતી. અક્ષય પટેલ ને 74087 મત અને સતીશ પટેલને 70523 મત મળ્યા હતા. હવે અક્ષય પટેલ ભાજપમાં જોડાયા છે અને કરજણ બેઠક પર ભાજપના સંભવિત ઉમેદવાર છે. જેને લઈ અક્ષય પટેલે અત્યારથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરી દિધો છે. કોરોના મહામારીમાં કરજણ બજારમાં અક્ષય પટેલે ભાજપ કાર્યકરો સાથે સોશીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાડી લોકોની દુકાન પર જઈને હાથ જોડીને મત માંગ્યા.


ભાજપ એ હજી પેટાચૂંટણીના ઉમેદવારોના નામો જાહેર નથી કર્યા તે પહેલા જ અક્ષય પટેલે પોતાને ઉમેદવાર માની ચૂંટણી પ્રચાર શરૂ કરતાં લોકો પણ આશ્ચર્યચકિત થયા છે...અક્ષય પટેલે ભાજપ ઉમેદવારની ભવ્ય જીત થશે તેવો દાવો કર્યો છે... 


આ પણ વાંચો:- મહીસાગર ગેંગરેપમાં મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ


કરજણ વિધાનસભા બેઠક પર જ્ઞાતિ પ્રમાણે મતદારોની વાત કરવામાં આવે તો....
- બ્રાહ્મણ -5404
- શાહ - 3482
- મુસ્લિમ - 25109
- OBC - 23196
- S.C - 16614
- ST - 45295
- પટેલ - 43754
- રાજપૂત - 28318
- OBC રાજપૂત - 7000


આ પણ વાંચો:- પોતાનો પેટ્રોલ પંપ શરૂ કરતા પહેલા આ અહેવાલ ખાસ વાંચજો નહી તો પસ્તાશો


કરજણ વિધાનસભા બેઠકમાં કેટલો વિકાસ થયો તેના માટે અમારી ટીમે કરજણ બજારના વેપારીઓ સાથે વાતચીત કરી. વેપારીઓનું કહેવું છે કે કરજણમાં વિકાસના કામો થયાં જ નથી. રોડ રસ્તા, ડ્રેનેજની સૌથી મોટી સમસ્યા છે. ધારાસભ્ય જોવા નથી આવતા. તેમ છતાં કેટલાક લોકો અક્ષય પટેલ પર ફરીથી ભરોષો વ્યક્ત કરી રહ્યા છે. તો કેટલાક લોકો અક્ષય પટેલ પર વિશ્વાસઘાત નો આક્ષેપ પણ કરી રહ્યા છે. સાથે જ ચૂંટણી રસપ્રદ રહેશે તેવું કહી રહ્યા છે.


કરજણ નગરપાલિકામાં ભાજપનું શાસન છે. અક્ષય પટેલ છેલ્લા બે અઢી વર્ષથી કરજણના ધારાસભ્ય પણ રહ્યા તેમ છતાં કરજણના રોડ રસ્તા સારા ના બનાવી શક્યા. કરજણ પોલીસ સ્ટેશન થી કરજણ બજાર સુધી જવાનો માર્ગ બિસ્માર બન્યો છે. વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.


આ પણ વાંચો:- ગુજરાતમાં પણ જંગલરાજ ? મહીસાગરમાં વિધર્મી યુવકો દ્વારા મહિલા પર ગેંગરેપ


વેપારીઓ સાથે વાતચીત કર્યા બાદ અમારી ટીમ કરજણના હાંદોદ ગામમાં પહોંચી. જ્યાં ગામના બાંકડા અને ઓટલા પર લોકો બેઠાં હતા. તેમની સાથે વાત કરી... તો જાણવા મળ્યું કે કરજણમાં કપાસ, તુવેર, શેરડી, ઘઉં અને દિવેલા મુખ્ય પાકો છે. ગામની આસપાસ કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેન, રેલવે કોરિડોર અને એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલતું હોવાથી વરસાદમાં પાણી ખેતરોમાં ભરાઈ જાય છે. જેથી ખેડૂતોને મોટું નુકશાન થાય છે. ખેડૂતો સરકાર અને પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલથી નારાજ છે. સાથે જ જે પક્ષ તેમની માંગો પૂરી કરવાનું વચન આપશે તેમની સાથે જ ચૂંટણીમાં રહેશે તેમ કહી રહ્યા છે.


ખેડૂતો સાથે વાત કર્યા બાદ અમારી ટીમ કરજણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના સંભવિત ઉમેદવાર કિરીટસિંહ જાડેજા પાસે પહોંચી...તેવો કાર્યકરો સાથે ચૂંટણીને લઈ બેઠક કરતા જોવા મળ્યા. કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. મહત્વની વાત છે કે કિરીટસિંહ જાડેજા અને અક્ષય પટેલે એક સમયે ગાઢ મિત્રો હતા પરંતુ સમય જતાં આજે તેઓ એકબીજાના કટ્ટર રાજકીય શત્રુઓ બન્યા છે. કિરીટસિંહ જાડેજાએ અક્ષય પટેલ પર મતદારો સાથે વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો સાથે જ કોંગ્રેસનો ઉમેદવાર 25000 મતથી ચૂંટણી જીતશે તેવો દાવો વ્યક્ત કર્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube