વડોદરાના આ પરિવારને જુડવા બાળકો આપીને ભગવાને બમણી ખુશી આપી પણ પછી ખર્ચ પણ બમણો કરી દીધો
લગ્ન બાદ ઘણી માનતાઓ માનતા વડોદરામાં આવેલ ભાયલી વિસ્તારના કિરી પરિવારને ત્રણ જુડવા બાળકોનો જન્મ થયો હતો. જ્યારે જન્મ થતાં કીરી પરિવારમાં ખુશીની લાગણી છવાઈ હતી પણ તે ખુશી 5 મહિનામાં જ બાળકોના માતપિતાની ખુશી છીનવાઈ ગઈ હતી. ત્રણ પૈકીના બે બાળકો ને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફિ બીમારીનું જાણ થતાં જ પરિવાર તૂટી પડયો હતો. બાળકો માટે પરિવારે અનેક હોસ્પિટલોમાં સારવાર અર્થે લઈ ગયા હતા. ત્યારબાદ બાળકોના રિપોર્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે બાળકને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફિ નામક બીમારી છે.
વડોદરા : લગ્ન બાદ ઘણી માનતાઓ માનતા વડોદરામાં આવેલ ભાયલી વિસ્તારના કિરી પરિવારને ત્રણ જુડવા બાળકોનો જન્મ થયો હતો. જ્યારે જન્મ થતાં કીરી પરિવારમાં ખુશીની લાગણી છવાઈ હતી પણ તે ખુશી 5 મહિનામાં જ બાળકોના માતપિતાની ખુશી છીનવાઈ ગઈ હતી. ત્રણ પૈકીના બે બાળકો ને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફિ બીમારીનું જાણ થતાં જ પરિવાર તૂટી પડયો હતો. બાળકો માટે પરિવારે અનેક હોસ્પિટલોમાં સારવાર અર્થે લઈ ગયા હતા. ત્યારબાદ બાળકોના રિપોર્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે બાળકને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફિ નામક બીમારી છે.
નરેશ પટેલનું રાજનીતિક બાળ મરણ? આપમાં જોડાય તેવી શક્યતાઓ નહીવત્ત
વડોદરાના કીરી પરિવારમાં જન્મેલ 'પ્રીશા અને પ્રથમ' બંને બાળકોને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફિ નામક બીમારી થઈ છે, ત્યારે આ બીમારીનું રામ બાણ ઇન્જેક્શન ૧૬ કરોડનું આવતું હોય છે ત્યારે બંને બાળકોને બે ઇન્જેક્શન જરૂર હોવાથી બન્ને ઈન્જેકશનની કિંમત 32 કરોડનું થાય છે. મધ્યમવર્ગીય પરિવાર માટે 32 કરોડનું ઇન્જેક્શન લેવા માટે સક્ષમ નથી. ત્યારે પરિવારે સોસાયટીમાં રહેતા મિત્રો સગા સંબંધીઓ તેમજ સરકારને મદદ માટે અપીલ કરી છે.
નરેશ પટેલ પર ગંભીર આરોપ, કહ્યું- ખોડલધામને રાજકીય અખાડો બનાવવા જઈ રહ્યા છે
વડોદરાના કેરી પરિવારે બાળકને જીવવા માટે મંદિર મસ્જિદ જાહેર સ્થળો પર રોડ પર ઊભા રહીને બાળક માટે પૈસા ઉઘરાવવાનું ચાલુ કર્યું હતું. પરિવારના મિત્રો પણ બાળક સાથેની લાગણીથી તેઓએ પણ રોડ રસ્તા પર મોલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, અનેક વડોદરાની જગ્યા ઉપર જઈ બાળક માટે ફન્ડ ઉઘરાવતા હતા. ત્યારે બાળકને આ બીમારીથી બચવા માટે ઘણો જ ઓછો સમય રહ્યો છે ત્યારે બાળકના માતા-પિતા દ્વારા શહેરના સાંસદ રંજનબેન તેમજ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી પત્ર લખીને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે તે માટે રજૂઆત કરી હતી. જે રીતે પરિવાર પોતાના બાળક માટે કોશિશ કરી રહ્યું છે, ત્યારે પરિવારે ઝી 24 કલાકના માધ્યમથી દેશની જનતાને પોતાના બાળકની મદદ માટે અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube