પહેલાં ગુજરાતમાં મોટા અધિકારી હતા, પછી કોંગ્રેસમાં આવી અમિત શાહ સામે લડ્યાં, હવે ભાજપમાં જોડાશે!
C J Chavada Profile/ભાજપનું ઓપરેશન લોટ્સ: આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં ચલાવવામાં આવી રહ્યું છે ઓપરેશન લોટસ. આ ઓપરેશનના ભાગરૂપે જ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા અને ધારાસભ્ય હવે કેસરિયા કરશે.
C J Chavada Profile: આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં એક તરફ આપ તો બીજી તરફ કોંગ્રેસ તૂટી રહ્યું છે. એક બાદ એક ધારાસભ્યો કેસરિયાને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. આ લીસ્ટમાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નામ સામેલ થવા જઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતનું મોટું માથું ગણાતા રાજપૂત સમાજના અગ્રણી, એક સમયે જ ગુજરાત સરકારમાં ઈમાનદાર છબિ ધરાવતા મોટા અધિકારી હતા એવા સી.જે.ચાવડાએ વર્ષો પહેલાં કોંગ્રેસ સાથે રાજનીતિમાં કરિયરની શરૂઆત કરી અને હવે ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યાં છે.
સૂત્રોની માનીએ તો કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલાં કેટલાંક નેતાઓને ભાજપે ઓપરેશન લોટસ અંતર્ગત સારા સારા લીડર્સને ભાજપમાં લાવવાનું કામ સોંપ્યું છે. તેના ભાગરૂપે વધુ એક મોટા કોંગ્રેસના નેતા હવે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. અહીં વાત થઈ રહી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલાં સી.જે.ચાવડાની. જે હવે ભાજપમાં જોડાશે એ વાત નક્કી છે. લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ. કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલાં જયરાજસિંહ પરમારે ઓપરેશન પાર પાડ્યું હોવાનું ખૂલ્યું. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના મોટા લીડર ગણાતા સી.જે.ચાવડા. વિજાપુર કોંગ્રેસના ધારાસભ્ય હતા. સી.જે.ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેમણે પોતે ભાજપમાં જોડાવવાના હોવાનો પણ સંકેત આપી દીધો છે.
ઈમાનદાર છબિ ધરાવતા ગુજરાત સરકારના પૂર્વ અધિકારી:
રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી જે ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. તેઓ સરળ, સૌમ્ય અને ઈમાનદાર છબી ધરાવનાર અધિકારી હતા. તેમજ સાથી કર્મીઓ અને અધિકારીઓ માટે આદર્શ સ્વરૂપ હતા. તેમણે વેટરનરી સર્જનની ડીગ્રી મેળવેલ છે અને તેઓના પર એક પણ કેસ થયેલ નથી અને તેઓ એક પ્રકાર રાજપૂત સમાજમાં પણ સારી એવી નામના ધરાવે છે અને સમાજિક મોભાદાર માણસ તરીકે તેઓની ગણના થાય છે.
કોણ છે સી જે ચાવડા?
ગાંધીનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યને એક શ્રેષ્ઠ અને આદર્શ રાજકારણી તરીકે વક્તા ઊંડા અભ્યાસુ, સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા ડૉ. સી.જે. ચાવડા મૂળમાં એક કર્મઠ, નિષ્ઠાવાન અને સુઝબુઝ ધરાવતા પ્રામાણિક અધિકારી તરીકેની આગવી ઓળખ ધરાવે છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી, 1967માં ગાંધીનગર ખાતે થયો હતો.
સી.જે.ચાવડાનો પરિવારઃ
તેમના પિતાનુ નામ જાવાનજી ચાવડા છે. સી જે ચાવડાનુ આખુ નામ ચતુરસિંહ જે. ચાવડા છે. સી જે ચાવડાએ વર્ષ 1974માં બરોડાથી ધોરણ 10 પાસ કર્યું હતું. આ બાદ તેમણે આગળ અભ્યાસ કર્યો અને વર્ષ 1980માં ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતેથી વેટર્નીટી સર્જનની ડિગ્રી મેળવી હતી. સી જે તાવડા એલએલબીનો પણ અભ્યાસ કરી ચૂક્યાં છે. જણાવી દઈએ કે તેમણે વર્ષ 1989માં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ પણ કર્યો છે. હાલ તે ગુજરાતના રાજકારણમાં સક્રિય છે.
રાજકીય કારકિર્દી-
રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી જે ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. તેઓ સરળ, સૌમ્ય અને ઈમાનદાર છબી ધરાવનાર અધિકારી હતા. તેમજ સાથી કર્મીઓ અને અધિકારીઓ માટે આદર્શ સ્વરૂપ હતા. ગાંધીનગરના દરેક ગામડાઓમાં રોડ, બોર, શાળા, દવાખાના, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ જેવા કેટલાય નાના મોટા કામો કરી ભારે લોકચાહના મેળવી હતી. સી જે ચાવડાની કાર્યક્ષેલી જોઈને શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં પ્રવેશવા અપીલ કરી હતી. જે બાદ તેઓએ 2002માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા. 2007ની ચુંટણી હારી ગયા હતા અને 2017ની વિધાનસભાની ચુંટણી ફરીથી જીત્યા હતા. ભાજપના સૌથી કદાવાર નેતા અમિત શાહની સામે લોકસભા ચુંટણી લડી હતી. સી.જે ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં વિવિધ હોદા પર પણ ફરજ બજાવે છે.
અમિત શાહ સામે લોકસભા લડ્યા હતાં સી.જે.ચાવડાઃ
ડિસેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર ઉત્તરની બેઠક ડો.સી.જે.ચાવડા સાડા ચાર હજાર મતે જીત્યા હતા. જે બાદ કોંગ્રેસે 16 મહિના પછી લોકસભાની ચૂંટણી જંગમાં ગાંધીનગર બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સામે સ્થાનિક ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાને જ ઉતાર્યા હતા. જો કે આ પરિણામોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. સાથે સાથે વિધાનસભા વખતે કોંગ્રેસના જે મતદારો હતા તે પણ પક્ષે ગુમાવ્યા હતા. વિધાનસભા અને લોકસભાના પરિણામોનું તારણ કાઢીએ તો વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર ઉત્તર બેઠક ઉપર ડો. સી. જે. ચાવડાને ભાજપના ઉમેદવાર કરતાં સાડા ચાર હજાર મત વધુ મળ્યા હતાં. જ્યારે લોકસભાના પરિણામ ઉપર નજર કરીએ તો વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં સી.જે.ચાવડાને ગાંધીનગર ઉત્તર બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરતાં 28 હજાર મત ઓછા મળ્યાં હતા.